પોલીસ-બુટલેગરો વચ્ચે સર્જાયા ફિલ્મી દ્રશ્યો / ગૃહરાજ્યમંત્રીના શહેરમાં જ બુટલેગરો બેફામ, જુઓ સુરતમાં બુટલેગરોએ કર્યું એવું કે પોલીસની આખી ટીમને દોડાવીને પછી ફંગોળ્યા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરત જિલ્લાના ઉમરપાડાનાં શરદા ગામ નજીક પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પાછળ પડેલી પોલીસથી બચવા બુટલેગરોએ ફુલ સ્પીડે કાર હંકારી મોટરસાઈકલ પર સવાર બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ( વિડિઓ નીચે આપેલો છે )

બુટલેગરો પોલીસથી બચવા બંને ગાડીઓ મૂકી જંગલમાં ભાગી ગયા હતા. પોલીસે બંને કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉમરપાડા પોલીસ બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થતી બે કારને પકડવા ઉભી હતી. દરમિયાન બુટલેગરે કાર પુરઝડપે હંકારતા પોલીસે અલગ અલગ ગાડીઓમાં પીછો કર્યો હતો.

જેમાં કાર ચાલકે પોલીસથી બચવા બાઇક પર સવાર બે પોલીસ જવાનો પર કાર ચડાવી હતી. સદનસીબે બંન્ને યુવાનોનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જો કે બુટલેગરો પોલીસથી બચવા બંન્ને ગાડીઓ મૂકી જંગલમાં ભાગી ગયા હતા. ઉમરપાડા પોલીસ મથકના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ સાકરભાઈ તેમજ અરવિંદભાઈ ગુરજીભાઈને બાતમી મળી હતી કે સેલંબાથી ઉમરપાડા તરફ ફોર્ચ્યુનર કાર નં. GJ-05-JB-4950 તેમજ એક્સ.યુ.વી કાર નં. GJ-15-CD-2759માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાનો છે.

જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઉમરપાડા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવી ચડતાં તેને રોકવાનો પ્રયાસ કરતાં મોટર સાયકલ પર સવાર બે પોલીસ જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ કરાયો હતો. શરદા ગામ નજીક પેટ્રોલપંપ પાસે કાર મોટર સાયકલ પર ચડાવી બુટલેગર કાર લઈને ફરાર થયો હતો. ( વિડિઓ નીચે આપેલો છે )

જો કે સદનસીબે પોલીસ કર્મીઓને ઇજા થઇ ન હતી. બાદમાં અલગ અલગ ગાડીઓમાં પોલીસે ફિલ્મી ઢબે બુટલેગરની ગાડીઓનો પીછો કરતાં બંન્ને કાર ચાલક ઉમરપાડા મુખ્ય બજારમાંથી ગાડી લઈ કેવડી તરફ જવાના માર્ગ પર ભાગ્યા હતા. જ્યાં કાર મૂકી બંન્ને ચાલકો જંગલમાં ફરાર થઇ ગયા હતા. પોલીસે કારમાં મૂકેલી વિદેશી દારૂની બોટલો નંગ 505 તેમજ બંન્ને કાર મળી રૂ. 13 લાખ 82 હજાર 800નો કુલ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અને ઉમરપાડા પોલીસ વચ્ચે જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા જેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે કે શું બુટલેગરોને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી રહ્યો. આટલી બધી હિંમત બુટલેગરોમાં આવે છે કેવી રીતે જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. બુટલેગરો પોલીસ પર પણ હુમલો કરતા હવે અચકાતા નથી.

કોની રહેમ નજરથી ગુજરાતમાં બુટલેગરોનો બિઝનેસ ફુલ્યોફાલ્યો છે. હાલ તો ઉમરપાડા પોલીસે વિદેશી દારૂ અને કાર જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે. પણ પોલીસને હવે બેફામ થયેલા બૂટલેગરો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/08/23/08-bardoli-police-ne-kachdavo-prayas-sahil_1661251090/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.