અજબ પ્રેમ કી ગજબ કહાની / ટ્રાફિક જામમાં ફસાયેલા છોકરા છોકરીને થઈ ગયો પ્રેમ, જાણો પછી શું થયું તે…

અજબ ગજબ

ભારતમાં ખાસ કરીને મોટા શહેરોમાં ટ્રાફિક જામ એક સામાન્ય સમસ્યા છે. અવારનવાર એક યા બીજા ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં લોકો પરેશાન થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ ટ્રાફિક જામે એક વ્યક્તિનું જીવન બદલી નાખ્યું. તે વ્યક્તિએ જ ખુબ તેમની સાથે થયેલી એક ઘટના વિશે જણાવ્યું છે.

તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં, એક Reddit યુઝરે જણાવ્યું કે કેવી રીતે તે બેંગ્લોરના જામમાં ફસાઈને એક છોકરી સાથે પ્રેમમાં પડ્યો અને પછીથી તે જ છોકરી સાથે લગ્ન કરી લીધા.

એક Reddit યુઝરે લખ્યું કે, એક દિવસ તે તેની મહિલા મિત્રને મુકવા જતો હતો. તે દરમિયાન સોની વર્લ્ડ સિગ્નલની નજીક પહોંચતા જ તે ભયંકર ટ્રાફિક જામમાં ફસાઈ ગયો. ફ્લાયઓવરનું બાંધકામ ચાલી રહ્યું હતું, જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો. યુઝરે કહ્યું- અમને ભૂખ લાગી હતી. તેથી અમે બીજો રસ્તો લીધો અને નજીકની હોટેલમાં રાત્રિભોજન કર્યું.

રાત્રિનું આ ડિનર બંનેનું પહેલું રોમેન્ટિક ડિનર પણ બની ગયું. યુઝરે આગળ લખ્યું કે, હું જે છોકરી સાથે ડિનર કર્યું તેની સાથે મારી સારી મિત્રતા બંધાઈ ગઈ. તે દિવસ પછી અમે એકબીજાની વધુ નજીક આવ્યા. તેને લગભગ 3 વર્ષ સુધી ડેટ કરી અને પછી તેની સાથે લગ્ન કર્યા.

યુઝરે જણાવ્યું કે તેમના લગ્નને 2 વર્ષ પૂર્ણ થયા છે. જો કે, જેના કારણે તે જામમાં અટવાઈ ગયો હતો તે ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય હજુ પણ ચાલુ છે.

Reddit પર કરવામાં આવેલી પોસ્ટને ટ્વિટર પર શેર કરવામાં આવી હતી જ્યાં આ પોસ્ટને 4 હજારથી વધુ લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે. યુઝર્સ આ અનોખી લવ સ્ટોરી પર અલગ-અલગ પ્રકારના ફીડબેક આપી રહ્યા છે. કેટલાક લોકોએ બેંગ્લોરના ટ્રાફિક જામને લઈને પોતાના અનુભવો પણ શેર કર્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.