છોકરાઓ પણ ખરા છે હો / બોર્ડની પરીક્ષાના પેપરમાં છોકરાઓએ એવું એવું લખ્યું કે તપાસનારને ધોળા દિવસે આવ્યા અંધારા, જાણીને તમે પણ હસી હસીને ગોટો વળી જશો

ઇન્ડિયા

બિહાર(Bihar) 12મા બોર્ડ(12th Board)ની કેટલીક ઉતરવહી સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓએ લખેલી વિચિત્ર કોમેન્ટ વાંચીને શિક્ષકો હસી પડ્યા છે. અમુક ઉતરવહી સામે આવ્યા બાદ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા(Education system) પર પણ સવાલો ઉભા થયા છે. ઉતરવહી(Answer sheet)ના મૂલ્યાંકન દરમિયાન ઘણી ઉતરવહીમાં આવા જવાબો લખવામાં આવ્યા છે, જે જોઈને શિક્ષકો પણ દંગ રહી ગયા હતા. કોઈએ તેની ઉતરવહીમાં ગીત લખ્યું છે, તો કોઈ પાસ કરી દો તેવી આજીજી કરી રહ્યું છે.

એક વિદ્યાર્થીએ તો લખ્યું છે, સર તબિયત ખરાબ હોવાને કારણે વંચાયું નથી, પાસ કરી દે જો. આ જોઈને બિહારની શિક્ષણ વ્યવસ્થા વિશે ખ્યાલ આવી જાય છે. અમુક પેપરો જોઈને તમે હસ્યા વગર રહી નહિ શકો. જુઓ નીચે શું લખ્યું છે બિહારના વિદ્યાર્થીઓએ….

1. I LOVE YOU SIR JI (આઈ લવ યુ સર જી)
એક વિદ્યાર્થીએ લખ્યું છે કે સેવામાં શ્રીમાનને મારા આદરપૂર્વક પ્રણામ છે. જે કોઈપણ આ કોપી ચેક કરી રહ્યું છે તેઓ ખૂબ જ મહાન છે, મને ખાતરી છે કે તમે મને સારા માર્ક આપશો. મને તમારામાં પૂરો વિશ્વાસ છે. નમસ્તે સર. આઈ લવ યુ સર જી.

2. વિદ્યુત શક્તિ અને વિદ્યુત ઊર્જા શું છે એ પ્રશ્નના જવાબમાં વિદ્યાર્થીએ ‘ચાંદવાલા મુખડા લેકે’ ગીત લખ્યું.

3. પ્રશ્ન નંબર 17ના જવાબમાં એક વિદ્યાર્થીએ લખ્યું છે કે ‘મને માફ કરજો સર, હું એવો વિદ્યાર્થી નથી કે જે નંબર મેળવવા માટે કોપીમાં પૈસા કે ફોન નંબર આપે. આ ખોટું છે. મેં હંમેશાં એનો વિરોધ કર્યો છે. હું મારી તાકાત પર માર્ક્સ લાવીશ. પરંતુ હું એક મોટી સમસ્યામાં ફસાઈ છું, તેથી જ હું દરેક આન્સરશીટમાં અરજી લખી રહી છું. તેનું આ લખવા પાછળનું કારણ કોરોનાકાળમાં પરિવારની સ્થિતિ ખરાબ હોવાનું છે.

4. એક વિદ્યાર્થીએ જવાબમાં લખ્યું છે- ‘સર બીમાર હતો.’ ઠંડી લાગી રહી હતી. ઓછામાં ઓછા 20 માર્ક આપી દો. સર, અમે ખૂબ જ ગરીબ છીએ.

5. એક વિદ્યાર્થીએ લખ્યું છે કે સર અને મેડમ, તમે બધા જાણો છો કે લોકડાઉનને કારણે શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ બંધ હતી, જેને કારણે અભ્યાસ થયો નથી, તેથી તમને આ પેપરમાં સારા માર્ક્સ આપવા વિનંતી છે.

6. એક બાળકે લખ્યું છે કે સાહેબ, તમે જાણો છો કે કોરોનાને કારણે આપણા બધાની સ્થિતિ બગડી છે. તો સર સારા માર્ક્સ આપો. ઈમોશનલી બ્લેકમેઇલ કરવા માટે વિદ્યાર્થીએ લખ્યું છે કે અમે હજુ ભણીએ છીએ. તમે નંબર આપશો તો જ તમારી દીકરી આગળ વધશે. જોકે પેપરની ભાષા પરથી એવું લાગે છે કે આ ઉત્તરવહી છોકરીએ નહીં, પણ છોકરાએ લખેલી છે. આગળ આ નકલમાં લખ્યું છે કે હું સરિતા કુમારી તમારી આભારી રહીશ..

7. એક વિદ્યાર્થીએ પેપર પર જ કવિતા લખી છે. તેણે લખ્યું, ‘એ ખુદા આપ કી અદાલત મેં મેરી જમાનત રખના, મેં રહૂં યા ના રહૂં, મેરે દોસ્ત કો સલામત રખના’. આ સાથે જ આ કોપી પર વિદ્યાર્થીએ લખ્યું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા હમ બુલબુલે હૈ ઈસકી યહ ગુલસિતા હમારા. મેરા ભારત મહાન.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.