સુરતમાં કોસાડ વિસ્તાર રહેતો 12 વર્ષનો કિશોર બ્રિજ પરથી નદીમાં પડી જવાની ઘટના સામે આવી છે, પિતા બ્રિજની પાળી પર પુત્રને બેસાડીને સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે આ દુઘર્ટના સર્જાઈ
- કિશોર બ્રિજની દિવાલ પર ઊભો રહીને સેલ્ફી લેતો હતો તે દરમિયાન લપસીને નદીમાં ખાબક્યો
- કિશોર નદીમાં પડી જતાં લોકોના ટોળેટોળા મક્કાઈ બ્રિજ પર ઉમટી પડ્યા
- ફાયર બ્રિગેડની ટીમે બે કલાક સુધી કિશોરને શોધવા નદીમાં શોધખોળ કરી પણ સફળતા હાથ ન લાગી
સેલ્ફી લેવાના ચક્કરમાં કે તસવીરા પડાવવામાં ઘણા લોકો એટલા મશગૂલ થઈ જાય છે કે પોતાના જીવનું જોખમ ઊભું કરી દેતા હોય છે. તો ક્યારેક પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. એવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતના મક્કાઈ ઉપર જોવા મળ્યો છે. પિતાની સામે જ બાળક પોતાની તસવીર ખેચવા જતા નદીમાં ખાબક્યો હતો. ઝાકીર શેખ નામનો 12 વર્ષનો કિશોર નદીમાં ફોટો પાડવા જતા લપસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
અમરોલી કોસાડ વિસ્તારમાં રહેતા ઝાકીર શેખ તેના પિતા સાથે મક્કાઈ બ્રિજ પર હતો. તે સમયે ઝાકીર ફોટો પાડવા માટે બ્રિજની દિવાલ સાથે ઉભો હતો, તે દરમિયાન એકાએક નદીમાં પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ સત્તાવાર રીતે હજી સુધી તેના પિતા સાથે હતા કે કેમ તે બાબતે કોઈ સ્પષ્ટતા થઈ નથી. એકઠા થયેલા લોકોમાં ચર્ચાતું હતું કે તે ફોટો પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેને કારણે જ નદીમાં પડ્યો હતો. પીસીઆર વાનને પણ ઘટનાનો કોલ મળતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
કિશોરને શોધવા ફાયર વિભાગે મહેનત કરી
કિશોર નદીમાં પડતાની સાથે જ આસપાસના રાહદારીઓ અને વાહનચાલકો પણ ઊભા રહી ગયા હતા અને બનાવની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે અંદાજે દોઢથી બે કલાક સુધી તાપી નદીમાં ઝાકીર શેખની શોધખોળ કરી હતી પરંતુ તેમને કોઇ સફળતા મળી નહીં. સાંજના સમયે શોધતી વખતે અંધારું ધીરે ધીરે થતાં ફાયર વિભાગના જવાનોએ શોધની કામગીરીને મોકૂફ રાખી હતી. આવતીકાલે સવારે ફરીથી ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરાશે.
વર્તમાન સમયમાં મોબાઈલનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે જેના કારણે જીવ પર જોખમની પણ પરવા કરતા નથી અને મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં કોઈ પણ વ્યક્ત બાકાત રહી શક્યો નથી, તેમાય મોબાઈલમાં સેલ્ફી લેવાનો ક્રેઝ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે સુરતમાં સેલ્ફી લેવાના ચક્કમાં પિતાએ પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે.
બ્રિજની પાળી પર બેસાડી લેતા હતા સેલ્ફી
સુરતમાં કોસાડ વિસ્તાર રહેતો 12 વર્ષનો કિશોર બ્રિજ પરથી નદીમાં પડી જવાની ઘટના સામે આવી છે, કિશોર ઝકિર પિતા બ્રિજ પર ફરવા માટે આવ્યો હતો અને જ્યારે પિતા બ્રિજની પાળી પર પુત્રને બેસાડીને સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે આ દુઘર્ટના સર્જાઈ હતી, બવાની જાણ ફાયર વિભાગે થતા જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી હતી, ફાયર વિભાગે મોડી રાત સુધી નદીમાં પડેલા પુત્રને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી પરતું કોઈ પત્તો લાગ્યો ન હતો. જો કે સમગ્ર મામલે પોલીસ વિભાગને જાણ કરાત પોલીસે પિતા અને પરિવારના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભારે જહેમત બાદ પણ કિશોર ન મળ્યો કિશોર
મહત્વનું છે કે વર્તમાન સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂરી બન્યો છે તેમાય સેલ્ફીના ચક્કરમાં કેટલાક લોકો એટલા બધા લાપરવા બની જતા હોય છે કે પોતાના જીવની પણ પરવા કરતા નથી, સોશિયલ મીડિયાને કારણે સાઈબર ક્રાઈમ જેવી ઘટનાઓ પણ વધી જતી હોય છે, જ્યારે સેલ્ફે લેવાના ચક્કરમાં એવા કિસ્સા પણ સામે આવે છે જેના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે, સુરતમાં બનેલી આ ઘટના બાદ અનેક લોકોએ આમાંથી શીખ લેવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!