ખરાખરીનો ખેલ / ચોટીલામાં કાપડની દુકાનમાં ઘુસી ગયો આખલો, પછી તો જે ખેલ થયા એ જોઈને તમે હસી હસીને ફફડી ઉઠશો : જુઓ વિડીયો

ગુજરાત

દિવસેને દિવસે અનેક શહેરોમાંથી આખલાના ત્રાસના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ચોટીલા(Chotila)માં ફરી આખલાએ ભરબજારે આતંક મચાવતા ભાગદોડ મચી જવા પામી હતી. ચોટીલાના ખાંડી પ્લોટ(Khandi plot) વિસ્તારમાં આવેલી કપડાની દુકાનમાં આખલો અને ગાય ઘુસતાં અફડાતફડી મચી ગઈ હતી. ચોટીલા શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં એક કપડાની દુકાન(Clothing store)માં આખલો ઘૂસી ગયો હતો જેથી વેપારીઓ અને ગ્રાહકોના જીવ તાળવે ચોટી ગયા હતા.

જાણવા મળ્યું છે કે, ચોટીલા શહેરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે અવારનવાર મુખ્ય બજારમાં રખડતા ઢોર અને આખલાના આતંકના લીધે ક્યારેક નિર્દોષ લોકો અડફેટે આવતા હોય છે જેને લીધે ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. થોડા દિવસ અગાઉ જ ચોટીલા શહેરમાં બે આખલાએ આતંક મચાવી મરચુ દળવાની દુકાનમાં ઘૂસી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

ત્યારે ફરીવાર ચોટીલા ખાંડી પ્લોટ વિસ્તારમાં આવેલી કપડાની દુકાનમાં આખલો અને ગાય ઘુસી જતા અફડાતફડી મચી જવા પામી હતી. ચોટીલા શહેરના ભીડવાળા વિસ્તારમા કપડાની દુકાનમા આખલો ઘુસતા વેપારી અને ગ્રાહકોના જીવ તાળવે ચોટી ગયા હતા.

આ ઘટનામાં ગ્રાહકો સહિત વેપારીઓ વચ્ચે થયેલી મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. ચોટીલામાં અવાર-નવાર શહેરમાં આખલાઓના આતંકના કારણે વેપારીઓ અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે નાના-નાના શહેરો પણ રખડતા પશુઓથી પરેશાન છે. જોકે, ચોટીલા નગરપાલિકાની કામગીરી પર લોકોએ સવાલો ઉઠાવ્યા છે. ત્યારે શહેરમાં રખડતા ઢોર માટે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.