‘ગ્રીષ્મા’ હત્યા કેસ / સુરતમાં ગળે ચપ્પુ રાખીને ઘાતકી હત્યા કરનાર ફેનિલને સાથે રાખીને પોલીસે ઘટનાનું રી-કન્ટ્રક્શન કર્યું, જુઓ નફ્ફટના ચેહરા પર ન દેખાયો પસ્તાવો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

ફેનિલને પહેલા મિત્રના કાફે અને ત્યારબાદ ગ્રીષ્માના ઘરે લઈ જવાયો

સુરતના લસકાણામાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી ચકચાર મચી છે. ત્યારે 3 દિવસના રિમાન્ડ પર રહેલા ફેનિલને સાથે રાખીને પોલીસે આજે હત્યાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં આરોપી ફેનિલને સૌ પ્રથમ તેના મિત્રના કાફે લઈ જવાયા બાદ ગ્રીષ્માના ઘર સામે ઘટના સ્થળે લઈ જવાયો હતો. જ્યાં ફેનિલના ચહેરા પર હત્યાનો કોઈ જ પસ્તાવો ન હોય તે રીતે રીઢા હત્યારાની જેમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુ હતું. તથા કેવી રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો તે ફરીથી કરી બતાવ્યું હતું.

ફેનિલને આજે પોલીસના ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની એસઆઈટીની ટીમની હાજરીમાં ઘટના સ્થળે લઈ જવાયો હતો. ગ્રીષ્માના ઘર સામે હત્યાનું રિ-કન્સ્ટ્રક્શન ફેનિલે કરી બતાવ્યું હતું. પોલીસને ફેનિલે કહ્યું કે, આ રીતે મેં ગ્રીષ્માને ખેંચીને ગળે ચપ્પુ રાખ્યું અને બાદમાં તેનું ગળું કાપી નાખીને પોતે પણ હાથે ચપ્પું ક્યાં જઈને માર્યું તે સમગ્ર જગ્યા ફેનિલે બતાવી હતી. આજે હાથમાં પાટા સાથે લવાયેલો ફેનિલ લંગડાતા લંગડાતા ચાલી રહ્યો હતો.

પોલીસે હાલ સમગ્ર કેસમાં યુદ્ધના ધોરણે તપાસ આદરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન હત્યાનો આરોપી ફેનિલ માથે કાળ લઈને ફરતો હોવાનું સામે આવ્યું છે. હત્યાના દિવસે પ્લાનિંગ પૂર્વક હત્યા કરવાનું નક્કી કરાયું હોય તેમ ફેનિલ સૌ પ્રથમ ગ્રીષ્માની અમરોલી ખાતે આવેલી કોલેજ પહોંચી ગયો હતો. ત્યાં ગ્રીષ્માની સહેલીને કહ્યું કે, મારે તેને મળવું છે બહાર લઈને આવ. જો કે ગ્રીષ્માની સહેલીએ કહ્યુ કે તે ક્લાસમાં છે એટલે મળી શકશે નહી. બીજી તરફ ગ્રીષ્માએ તેની માસીને કેમ્પસ પર બોલાવીને તેની સાથે ઘરે જતી રહી હતી. જેથી કોલેજમાં તે બચી ગઈ હોવાનું સામે આવ્યું હતું.જો કે રિ-કન્સ્ટ્રકશન દરમિયાન ફેનિલને કોલેજ કેમ્પસ પણ લઈ જવામાં આવશે.

હોસ્પિટલમાંથી ફેનિલ ડીસ્ચાર્જ થતા જ તેની કામરેજ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને આ ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે. જેમાં એક એસપી, બે ડીવાયએસપી, 5 પીઆઈ, પીએસઆઈ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/17/09-surat-fenil-re-contruction-pankaj_1645091083/mp4/v360.mp4 )

પોલીસ તપાસમાં ડિજિટલ એવીડન્સ કલેક્ટ કરવામાં આવ્યા છે. તેમજ ફોરેન્સિક વિભાગની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીવાયએસપી બીકે વનારે જણાવ્યું હતું કે, હાલ આરોપીની ઓળખ પરેડ કરવાની સાથે ઇન્ટેરોગેશન કરવામાં આવી રહ્યું છે. આરોપીએ જ્યારે ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે નશો કર્યો હોય તેવું હાલ કંઈ સામે આવ્યું નથી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ઝડપથી ચાર્જશીટ ફાઈલ થાય તે માટેના પ્રયાસ કરાયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.