આલે લે…તારે / રાજકોટમાં બિલ્ડરની મોંઘીદાટ કાર ચોર એવી રીતે ચોરીને લઈ ગયો કે CCTV જોઈ પોલીસનું દિમાગ ભમી ગયું : જુઓ વિડિઓ

રાજકોટ

રાજકોટ (Rajkot) માં ફરી લક્ઝુરિયસ કાર (luxurious car) ચોરતી ગેંગનો સળવળાટ શરૂ થયો છે. રાજકોટના એક જાણીતા બિલ્ડરની મોંઘીદાટ ફોરચ્યુનર કારની પળભરમાં ચોરી થઈ ગઈ હતી. ગાડીમાં પાર્ક કરેલી કાર એટલી સરળતાથી ચોરાઈ કે, ચોર આરામથી ચાવી લઈને આવ્યો હતો અને ગાડી લઈને જતો રહ્યો હતો. બિલ્ડીંગના સીસીટીવી (CCTV) માં તમામ ઘટના કેદ થઈ છે.

ચોરે પાસે ચાવી ક્યાંથી આવી : રાજકોટના પોશ એરિયામાં આવેલી હાઈપ્રોફાઈલ બિલ્ડિંગમાંથી લક્ઝુરિયસ કારની ચોરી થઈ છે. પોશ વિસ્તાર ગણાતા પંચવટ્ટી નજીકના નક્ષત્ર બિલ્ડીંગમાંથી બિલ્ડર વસંત રામાણીની ફોર્ચ્યુનર કારની ઉઠાંતરી કરવામાં આવી છે. જોકે, સિક્યુરિટીની ઓફિસમાંથી ચાવી લઇ બિલ્ડરની કાર ચોરાયાની શંકા ઉઠી છે. ત્યારે હાઈપ્રોફાઈલ બિલ્ડીંગમાંથી ફોર્ચ્યુનર કાર ચોરાઈ જવાની ઘટનાની ભારે ચર્ચા ઉઠી છે.

બિલ્ડર વસંત રામાણીએ કાર ચોરાયાની માલવિયા પોલીસને જાણ કરી હતી. GJ03LM 1821 નંબરની કાર નક્ષત્ર બિલ્ડીંગમાંથી સફાઈપૂર્વક લઈ જવાઈ હતી. જેના CCTV ફૂટેજ પણ વસંત રામાણીએ પોલીસને આપ્યા છે. જોકે, એ જાણવામાં પોલીસ પણો ગોથુ ખાઈ ગઈ કે, આખરે ચોર પાસે ચાવી ક્યાંથી આવી. તે આટલી સરળતાથી કેવી રીતે ચાવી લગાવીને કાર લઈને નીકળી ગયો.

ઓગસ્ટમાં પકડાઈ હતી કાર ચોર ગેંગ : ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટ મહિનામાં ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં સ્કોર્પિયો (Scorpio) કારની ચોરી કરવાની ટેવ ધરાવતી ગેંગની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) ધરપકડ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે, 8 શખ્સોની ગેંગે ભારતના અલગ અલગ રાજ્યોમાં સ્કોર્પિયો કારની ચોરી કરી હતી. તેઓએ વડોદરા, રાજકોટ, કચ્છ, પેટલાદ, સુરેન્દ્રનગર, હરિયાણા અને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાંથી 18 જેટલી સ્કોર્પિયો કાર ચોરી કરવાની કબૂલાત કરી હતી. જેમાંથી ગુજરાતની 8 સ્કોર્પિયો કાર રાજસ્થાન પોલીસના સકંજામાં હતી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://zeenews.india.com/gujarati/videos/expensive-car-theft-in-rajkot-watch-the-video-191085 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.