બંટી-બબલીનો માસ્ટર પ્લાન / સુરતના બંટી-બબલીએ 18 લોકોને આટલા કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો, જુઓ લોકોને બકરા બનાવની રીત જાણીને હલબલી જશો

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં પોલીસને મળેલી બાતમી અનુસાર એક પતિ પત્ની ને પકડી પાડ્યા છે કે જેણે કુલ ૧૮ લોકોની પાસેથી કુલ એક કરોડ કરતાં વધારે રૂપિયાની છેતરપિંડી કરી છે. આ પતિ પત્ની નું નામ બંટી-બબલી હોવાનું જાણવા મળી છે. બંટી અને બબલી બંને સુરતમાં ઇનોવેટીવ વેલ્થ મેનેજમેન્ટ એન્ડ ફંડ નામની એક સ્કીમ ચલાવતા હતા.

આ સ્કીમમાં તેઓ એક પછી એક લોકોને પોતાની જાળમાં ફસાવીને આ સ્કીમમાં રોકાણ કરવાની માહીતી આપતા હતા ને જણાવતા હતા કે તેઓ જેટલા રૂપિયા આ સ્કીમમાં રોકાણ કરશે તેના ૨.૫ ટકા નફો દર મહિને તમને મળી જશે. અવનવી લોભામણી સ્કીમોનો આપીને તેઓ દરેક વ્યક્તિને બકરા બનાવવાની કોશિશ કરતા હતા. આ સ્કીમમાં સરથાણા વિસ્તારના એક યુવકે કુલ ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

પરંતુ તેને જ્યારે ખબર પડી કે આ સ્કીમ છેતરપિંડી કરવા માટે બનાવેલી હતી. અને તે લોકોના વિશ્વાસઘાત કરવાનું કામ કરે છે. ત્યારે તે તાત્કાલિક ધોરણે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં બંટી બબલી એટલે કે જય નાગર અને પિંકી નાગર નામના પતિ પત્ની સામે ફરિયાદ નોંધાવવા પહોંચી ગયો હતો.

પોલીસે આ બંને ઠગીયાઓને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને પતિ-પત્નીની શોધખોળો કરતા પોલીસને જાણવા મળી હતી કે, તેઓ જે ભાડાના મકાનમાં રહેતા હતા. એ ખાલી કરીને તેઓ જતા રહ્યા છે. પોલીસે જ્યારે વધુ તપાસ કરી ત્યારે જણાયું કે બંટી બબલી નો દીકરો પોશ વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલ માં અભ્યાસ કરે છે. આ દીકરાનું રીઝલ્ટ લેવા માટે હંમેશા માતા-પિતાને જ સ્કૂલમાં આવવું પડે છે. એટલા માટે પોલીસે આ સ્કૂલ ની ફરતે પોતાના કર્મચારીઓની મદદ થી નજર રાખવામાં આવતી હતી.

જયેશ નાગર અને પિંકી નાગર માર્કશીટ લેવા માટે આ શાળાની અંદર આવ્યા કે તેઓને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા હતા. પૂછતાછ કરતાં જાણવા મળી કે તેઓ મકાન ખાલી કરીને તેમજ પોતાના મોબાઈલ નંબરને બંધ કરાવીને અમદાવાદમાં રહેવા માટે જતા હતા પરંતુ પોલીસે તેને પકડી પાડયા છે. જયેશ નાગર ફાઇનાન્સ બેંક માં મેનેજર તરીકે કામ કરતો હતો. પરંતુ પૈસાની લાલચમાં તેણે ઇનોવેટિવ વેલ્થ મેનેજમેન્ટ નામની સ્કીમ બનાવી હતી.

જેમાં લોકોને રોકાણ કરાવીને છેતરપિંડી કરતો હતો આવા લોકોની કાળી કરતૂતો માં વસાવા પહેલા આ બાબત જાણી લેવી જરૂરી છે કે કોઈપણ વ્યક્તિ સીધી સીધી રીતે પૈસા ને વધારીને આપી દેતો નથી. એટલા માટે કોઈપણ લોભામણી સ્કીમઓમા ધ્યાન ન આપવું જોઈએ. તનતોડ મહેનત કર્યા સિવાય પૈસો મળતો નથી અને જો મળતો હોય તો એ પૈસા મહેનતના નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.