શોકિંગ ઘટના / ઘરમાં મચ્છર મારવાની કૉયલ સળગાવી ત્યાં તો પરિવારના ચાર સભ્યો નજર સામે આગમાં ભડથું થઈ ગયા, જાણો કઈ રીતે થઇ આ મોટી દુર્ઘટના

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

આગ શોટ સર્કિટ કે અન્ય કોઈ કારણસરથી લાગી તે અંગેનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે પણ આ અંગે હજુ કંઈ બોલી રહી નથી.

મંગળવારે દિલ્હીના સીમાપુરીમાં એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી, પ્રાથમિક તપાસમાં મચ્છરની કોઇલમાંથી આગ લાગી હતી, ઘરના ત્રીજા માળે એક નાના રૂમમાં 4 મૃત હાલતમાં મળી આવ્યાં

દિલ્હીમાં મંગળવારે સીમાપુરી વિસ્તારમાં એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી
દિલ્હીમાં મંગળવારે સવારે એક દર્દનાક દુર્ઘટના સામે આવ્યો છે. દિલ્હીના જૂની સીમાપુરી વિસ્તારમાં એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને ચાર લોકો ખરાબ રીતે દાઝી ગયાં હતાં. ફાયર વિભાગને સવારે 4.07 કલાકે આગની માહિતી મળી હતી. ચાફ ફાયર ફાઈટરોએ કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ જ્યારે અગ્નિશામક દળ ઘરના ત્રીજા માળે પહોંચ્યા ત્યારે પરિવારના ચારેય સભ્યોનું એક રૂમમમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.

ઘરના ત્રીજા માળે એક નાના રૂમમાં 4 મૃત હાલતમાં મળી આવ્યાં
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ચારેય લોકોને ઘરના ત્રીજા માળે એક નાના રૂમમાં 4 મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. મૃતકોમાં 58 વર્ષીય હોરીલાલ તેમની 55 વર્ષીય પત્ની રીના, તેમનો 24 વર્ષીય પુત્ર આશુ અને તેમની 18 વર્ષની પુત્રી રોહિણીનો સમાવેશ થાય છે. હોરિલાલ શાસ્ત્રી બિલ્ડિંગમાં ચોથા વર્ગના કર્મચારી હતાં. અને માર્ચ 2022માં નિવૃત્ત થવાના હતાં, તેમની પત્ની એમસીજીમાં સફાઈ કમાદાર હતી. આશું હજુ બેરોજગાર હતો. જ્યારે રોહિણી સીમાપુરીની સરકારી
શાળાઓમાંથી 12મું કરી રહી હતી.

પોલીસે આઈપીસીની ઘારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે IPAC 436,304A હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તમામના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. પ્રાથમિક તપાસમાં મચ્છરની કોઇલમાં આગ લાગી હતી અને તેમાં ધુમાડો ભરાયો હોવાનું જણાય છે. જો કે હજુ તપાસ ચાલુ છે. આ બિલ્ડિંગનો સૌથી ઉપરનો માળ હતો. પોલીસ પણ આ અંગે હજુ કંઈ બોલી રહી નથી. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી હતી
તાજેતરમાં દિલ્હીના આનંદ પર્વત વિસ્તારમાં સામે આવી હતી. જેમાં ઘરમાં લાગેલી આગમાં એક મહિલા અને તેના બે જોડિયાના મોત થયા હતા. આગ ઘરના રસોડામાં લાગી હતી અને થોડી જ વારમાં આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. દિલ્હીના ફાયર વિભાગના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી અને આગમાં ઘાયલ થયેલા 4 લોકોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.