આલે લે તારે / મોબાઈલમાં વ્યસ્ત પુત્રીને માતાએ કામ કરવા કહ્યું, જુઓ ત્યાં ખોટું લાગી જતા કર્યું એવું કે તમે પણ ચોંકી જશો

ટોપ ન્યૂઝ રાજકોટ

આજના આધુનિક યુગમાં મોટાભાગના લોકો મોબાઈલનો ઉપયોગ કર છે અને ઘણાં લોકો મોબાઈલમાં એટલા ખોવાઈ જાય છે કે તેઓ મોબાઈલ ફોનને તેમનાથી દૂર કરતા નથી અને તેમના હાથમાં ને હાથમાં મોબાઈલ ફોન લઇને ફરતા હોય છે. ત્યારે મોબાઈલની આ ટેવે અનેક લોકોના જીવ લીધા છે.

આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. મોબાઈલમાં વ્યસ્ત 17 વર્ષની છોકરીને માતાએ ઠપકો આપતા તેણીએ આપઘાત કરી લીધો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ જિલ્લાના જસદણમાં 17 વર્ષની એક છોકરીએ ઘરમાં જ એસિડ પી લીધો હતો.

ત્યારબાદ તેને ગંભીર હાલતમાં સારવાર માટે જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તેની હાલત વધુ ગંભીર જણાતા તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નિપજ્યું હતું.

જસદણના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતી તરૂણી મોબાઈલમાં વ્યસ્ત હતી. તે દરમિયાન તેની માતાએ ઘરકામ બાકી હોવાથી તેને કહ્યું હતું કે, પહેલા કામ પતાવી દે પછી મોબાઈલ જોજે, અત્યારે ફોન મૂકી દે. ત્યારે માતાની આ વાતનું ખોટું લગાડી તરૂણીએ ઘરમાં એક સાઈડ પડેલું એસિડ ભરેલું ટબ લઇ બાથરૂમમાં જતી રહી હતી.

જ્યાં તરૂણીએ એસિડ પી લેતા તે બેભાન થઈ ગઈ હતી. આ અંગે પરિવારને જાણ થતાં તેઓ બાથરૂમ તરફ દોડ્યા હતા. બાથરૂમનો દરવાજો ખોલતા તરૂણી ત્યાં બેભાન મળી આવી હતી. જે બાદ પરિવારજનો તાત્કાલીક તેને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

ત્યારબાદ હાલત વધુ ગંભીર જાણતા વધુ સારવાર માટે ડોક્ટરો દ્વારા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરાઈ હતી. જ્યાં સારવાર દરિયાન તેનું મોત થયું હતું.

જોકે, આ મામલે જસદણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સિવિલ હોસ્પિટલ આવી પહોંચી હતી અને બાદમાં પરિવારજનોનું નિવેદન નોંધી પોલીસે તરૂણીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.