ચોરોને કાયદા-કાનુન તો ઠીક પણ આ હેવાનોને ભગવાનનો પણ ડર રહ્યો નથી, જુઓ ગણતરીની સેકંડમાં મંદિરમાંથી બે દાનપેટી લઈને ફરાર થયો ચોર

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

બેફામ ચોરોએ સોમવારે રાત્રે શિવ મંદિરના તાળા તોડીને બે દાન પેટીઓની ચોરી કરી હતી. મંગળવારે સવારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેના આધારે પોલીસે ચોરની શોધખોળ શરૂ કરી છે.

મામલો કોતવાલીના એક મહોલ્લામાં આવેલા શિવ મંદિરનો છે. અહીં સોમવારે રાત્રે કોઈ ચોર મંદિરની અંદર રાખેલી બે દાન પેટીઓની ચોરી કરી ગયો હતો. મંદિરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરી કેદ થઈ હતી. CCTV માં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે આ ચોર મંદિરના તાળા તોડી દાન પેટીઓ લઈને ફરાર થઇ ગયો હતો.

વીડિયોમાં એક યુવક મંદિરના દરવાજાનું તાળું તોડતો જોવા મળી રહ્યો છે. તાળું તોડ્યા પછી, તે મંદિરની અંદર જાય છે અને બે દાન પેટીઓ સાથે લઈને બહાર આવે છે. અને ત્યારપછી ચોર ગેટ બંધ કરીને દાનપેટીઓ સાથે લઈને ભાગી જાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે, સમગ્ર ઘટનાને અંજામ આપવામાં યુવકને માત્ર 36 સેકન્ડનો સમય લાગે છે.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે લોકો સવારે મંદિરે પૂજા કરવા પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરની શોધખોળ ચાલુ છે. સમગ્ર ઘટના ટૂંક સમયમાં બહાર આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.