500 વર્ષ જૂના આ ચમત્કારિક શિવજીના મંદિરે માનતા રાખવાથી તમારી બધી જ મનોકામના થાય છે પૂર્ણ

ધર્મ

આજે અમે તમને ગુજરાતમાં આવેલ ભગવાન શંકર ના એક એવા ચમત્કારિક મંદિર વિશે જણાવીશું જ્યાં બધા રાખવાથી મસાની તકલીફ હંમેશા માટે દૂર થઈ જાય છે. મહેસાણા અને અમદાવાદ હાઇવે પર મેવડ થી માત્ર 3 કિલોમીટર ના અંતરે બોરીયાવી નામના ગામમાં માસિયા મહાદેવનું અતિપ્રાચીન મંદિર આવેલું છે.

બોરીયાવી ગામા આવેલા મહાદેવના આ મંદિર ને મસિયા દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા સ્વયં ભૂ ભગવાન ભોલેનાથ નું શિવલિંગ પ્રગટ થયું હતું. ભગવાન શંકર ના આ મંદિરમાં ગોળ અને મીઠા અને મરીનો પ્રસાદ ચઢવવામાં આવે છે. ભગવાન શંકર નું આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે.

ભક્તો અહીં પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂર થઈ ભોલેનાથના દર્શન કરવા માટે આવે છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા ગામની પશ્ચિમે 6 કિલોમીટર ના અંતરે ખાર નામનું ગામ આવેલું હતું. ખાર ગામના મઢના મહંતની ઘોડીને મસો થયો હતો. મસો મટતો ન હોવાને લીધે મહંત ખૂબ જ ચિંતિત રહેતો હતો.

એક દિવસ એને સપનું આવ્યું કે મહેસાણાના માં આવેલ બોરીયાવી ગામની ઉત્તર બાજુએ વાયવ્ય ખૂણે આંબલી ના ઝાડ નીચે કંથેરાણું ઝાડું અને ઉકરડો છે ત્યાં મીઠા નું ગુણ ચઢાવવાથી ઘોડી ને મસો મટી જશે.

મહંત બીજા દિવસે તે જગ્યા પર જઈને સાફ સફાઈ કરે છે અને કોદારી વાગતા જ ત્યાથી લોહીની ધાર વહેવા લાગે છે અને ત્યાંથી શિવલિંગ પ્રગટ થાય છે અને આ વાત આંજુબાજુ ના ગામમાં ફેલાયી જાય છે. પછી તે શીવલિંગની પૂજા કરે છે અને ઘોડી ને મસો મટી જાય છે. ત્યાર બાદ આખા ગામમાં મસીયા દેવની શોભાયાત્રા કાઢવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.