સુરત શહેરમાં ક્રાઈમ દિવસેને દિવસે વધતા જાય છે. જાહેરમાં હત્યા, જાહેરમાં છેડતી વગેરેના કિસ્સાઓ એટલી હદે વધી રહ્યા છે કે જાણે લોકોમાં કાનુનનો ડર જ ન રહ્યો હોય. લોકો અત્યારે પોલીસને પણ ખુલ્લી ચેતવણી આપી રહ્યા છે, ત્યારે હાલ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં યુવતીની યુવકે જાહેરમાં છેડતી કરી હતી. આટલું જ નહિ, આ સિવાય ‘ફોન નહીં કરે તો જાનથી મારી નાખીશ’ કહી યુવકે યુવતીના કપડા ખેંચી માર માર્યો હતો. તથા બિભત્સ માંગ કરી હતી. જેથી યુવતીએ પોતાના પરિવારને જાણ કરતા પરિવાર સાથે મળીને આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, શહેરના સરથાણા વિસ્તારમાં શ્યામ ધામ મંદિરની પાછળ આવેલા રિવર લક્ઝુરીયામાં રહેતા નિકુંજ રમેશભાઈ કાથરોટીયાએ યુવતીની જાહેરમાં જ છેડતી કરી હતી. આ અંગે જાણવા મળ્યું છે કે, નિકુંજ દ્વારા લગભગ છેલ્લા સાતેક મહિનાથી તેની છેડતી કરવામાં આવતી હતી.
સાથે જ ફોન નહીં કરે તો માર મારવાની ધમકી આપતો અને જાહેરમાં કપડાં ખેંચીને બિભત્સ માંગ કરતો હતો. નિકુંજ કાથરોટીયા યુવતીની અવારનવાર જાહેરમાં જ છેડતી કરતો. તેમજ યુવતીને નિવસ્ત્ર કરવી હોય તે રીતે જાહેરમાં જ કપડાં ખેંચતો હતો. છેડતી કરીને નિકુંજ નાસી જતો હતો.
જો કે યુવતીએ હિંમત કરીને પરિવારને જાણ કરી હતી. જેથી પરિવાર દ્વારા નિકુંજ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!