ચોર પણ ખરો છે હો / જુઓ જેતપુરમાં સ્માર્ટ ચોર દ્વારા આટલા લાખની એવી ઉઠાંતરી કે પોલીસ પણ વિચારતી થઇ ગઇ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

જૂનાગઢ રોડ ઉપર આવેલ શિવમ કોમ્પ્લેક્સમાં આવેલ ટેક્સટાઇલ કમિશન એજન્ટની ઓફિસમાંથી 21 લાખની ચોરીની ઘટના સામે આવી છે. શહેરના હાર્દ સમાન અને 24 કલાક ધમધમતા રોડ પરથી સવારના 6 થી 7 વાગ્યા ની વચ્ચે ચોરી થતા જેતપુર પોલીસ ધંધે લાગી છે. ચોરને પકડવા કાર્યવાહી તેજ કરી છે.

શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાંથી ચોરી
જેતપુરમાં આજે વહેલી સવારે 21 લાખ રૂપિયાની ચોરી થતા જેતપુર પોલીસ ધંધે લાગી છે. બનેલ ઘટના મુજબ જેતપુરના હાર્દ સમાન અને મુખ્ય માર્ગ એવા જૂનાગઢ રોડ ઉપર આવેલ શિવમ કોમ્પ્લેક્સમાં આવેલ એક ટેક્સટાઇલ એજન્ટની ઓફિસમાં આજે વહેલી સવારે 6 થી 7 વાગ્યે એક ચોર ઓફિસનું તાળું તોડીને ઓફિસની અંદર આવે છે . પછી ઓફિસના એક પછી એક ટેબલના ખાન ખોલીને તપાસ કરે છે અને ઓફિસની મુખ્ય ટેબલના ખાનામાંથી 21 લાખની રોકડ પડી હતી. તે આ ચોરના હાથમાં આવી ગઈ હતી અને તે ચોરી ને ત્યાંથી નીકળી ગયો હતો.

સમગ્ર ચોરી સીસીટીવીમાં કેદ થઇ
જેતપુરના જૂનાગઢ રોડ ઉપર થયેલ આ 21 લાખની ચોરીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. ચોર જ્યારથી કોમ્પ્લેક્સમાં અંદર પ્રેવેશે છે. ઓફિસની અંદર આવતાજ અને પછી ઓફિસના એક પછી એક ટેબલના ખાન તપાસતો નજરે પડે છે. ચોરે આડા પટ્ટા વાળું સ્વેટર સાથે મફલર પણ પહેર્યું છે. પોતાની ઓળખ છતી ન થાય તે માટે મોઢે માસ્ક અને માથા ઉપર ટોપી પણ પહેરેલ જોવા મળે છે. પીઠના ભાગે થેલો જોવા મળે છે.

ચોરે અહીંથી 21 લાખની રોકડ લઈ ને ફરાર થઇ ગયો છે…
ચોરી થઇ તે ઓફિસ જેતપુરના ટેક્સટાઇલના ધંધા સાથે સંકળાયેલ વેપારી છે. અહીં તેવો અહીં કમિશન એજન્ટનો ધંધો કરે છે. તેવો છેલ્લા 7 દિવસ થયા કોરોના થયો હોય કોરન્ટાઇન હતા. ઓફિસે આવ્યા ના હતા અને રોજે રોજની રોકડ અહીં જમા થઇ હતી.

જે ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ હતી જે ચોરના હાથમાં આવી જતા ચોરી થઇ ગઈ હતી. 21 લાખની ચોરીના પગલે જેતપુર પોલીસ કામે લાગી ગઈ હતી. જિલ્લાની તમામ બ્રાન્ચ પણ આ ચોરને પકડવા માટે કામે લાગી છે. રાજકોટ રૂરલ LCB, સહિતની પોલીસની ટિમો આ ચોરને પકડવા માટે તપાસ શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.