અરે બાપરે…હવે તો હદ થઈ ગઈ / પોલીસ સ્ટેશનમાં ધુસીને પોલીસકર્મીને જ માર્યો ઢોર માર, જુઓ લોકો સર્કસની જેમ ઉતારતા રહ્યા વિડિઓ પરંતુ….

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

દેશની રાજધાની દિલ્હીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, અહીં કેટલાક લોકોએ પોલીસ સ્ટેશનની અંદર પોલીસકર્મીની મારપીટ કરી અને આ દરમિયાન નજીકમાં હાજર લોકો ઘટનાનો વિડીયો બનાવતા રહ્યા. કોઈએ આગળ વધીને પોલીસકર્મીને બચાવવાનો પ્રયાસ ના કર્યો.

હુમલાખોરોથી બચવા માટે પોલીસકર્મી તેની સામે માફી માંગતો રહ્યો અને તેને ત્યાંથી જવાનું કહેતો રહ્યો, પરંતુ કોઈએ તેની વાત ન સાંભળી. તમને જણાવી દઈએ કે પોલીસ સ્ટેશનની અંદર પોલીસની મારપીટનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

યુઝર્સે પોલીસકર્મીને માર મારનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, વાયરલ વિડીયો દિલ્હીના આનંદ વિહાર પોલીસ સ્ટેશનનો છે. નવાઈની વાત તો એ છે કે, પોલીસ સ્ટેશનની અંદર પોલીસ જ પોતાના સાથીદારને માર મારતા બચાવી શકી નથી.

વિડીયોમાં જે કોન્સ્ટેબલને માર મારવામાં આવી રહ્યો છે તે જ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ છે. વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે કેટલાક લોકો પોલીસકર્મીને માર મારી રહ્યા છે ત્યારે પીટાઈ કરનારા લોકો સાથે હાજર લોકો મોબાઈલથી વિડીયો બનાવી રહ્યા છે. પોલીસકર્મી પણ માફી માંગી રહ્યો છે પરંતુ તેમ છતાં તેને સતત માર મારવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હીના આનંદ વિહાર પોલીસ સ્ટેશનની અંદર મારપીટ કરાયેલા પોલીસકર્મીનું નામ પ્રકાશ છે. પોલીસકર્મી સાથે મારપીટનો આ મામલો ગત 3 ઓગસ્ટનો કહેવાય છે. જોકે, હવે વિડીયો વાયરલ થયા બાદ ડીસીપીએ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *