નવા કાંડથી ફરી આવ્યું સોખડા મંદિર વિવાદમાં / જુઓ મંદિરની સંત્સંગી મહિલાઓ દ્વારા ગંભીર આક્ષેપોનો વિડીયો વાઇરલ : VIDEO

ગુજરાત ટોપ ન્યૂઝ

સોખડા મંદિર વિવાદમાં; ‘હરિધામમાં બે ગાદી નહી થાય, બાપ એક જ હોય, બૈરીને એક જ ધણી હોય બે ના હોય, મારી નાખીશ ગુણાતિતને હું’ : બીજી બાજુ પૂ.હરિપ્રસાદજીના દેહવિલય બાદ હરિધામમાંથી હરિ જ અદ્રશ્ય થઈ ગયા છે. સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો વિડિયો વાયરલમાં હરિધામના ચાર પીલર પૈકીના એક જે.એમ.દવેની હાજરીમાં પુનમબેનનો વાણીવિલાપ થયો છે.

સોખડા હરિધામ મંદિર ફરી એકવખત ચર્ચામાં આવ્યું છે. અહીં મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવી ગયો છે અને બે જૂથોએ સામ સામે મોરચો માંડી દેતા વિવાદ બીજી તરફ ફંટાયો છે. રવિવારે સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો વિડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. જેમાં મહિલાઓ ટ્રસ્ટી સામે આક્રોશ વ્યક્ત કરતી નજરે પડી રહી છે. ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ મંદિરની ગાદી માટે પ્રેમસ્વરૃપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે વિવાદ ઉભો થયો છે.

બીજી બાજુ પૂ.હરિપ્રસાદજીના દેહવિલય બાદ હરિધામમાંથી હરિ જ અદ્રશ્ય થઈ ગયા છે. સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો વિડિયો વાયરલમાં હરિધામના ચાર પીલર પૈકીના એક જે.એમ.દવેની હાજરીમાં પુનમબેને વાણીવિલાપ કર્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં મહિલાઓ જણાવે છે કે હરિધામમાં બે ગાદી નહિ થાય, બે ધણી ના હોય, ગુણાતીતને મારી નાખીશ. વિડિયોમાં સત્સંગી મહિલાઓનો મંદિરના ટ્રસ્ટી સામે જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે. સોખડા હરિધામ મંદિરમાં ગાદીપતિ બનવા સાધુઓના બે જૂથો વચ્ચે ગળાકાપ હરિફાઇ જોવા મળી રહી છે.

નોંધનીય છે કે વડોદરાના સેવક અનુજને માર મારતા પ્રેમસ્વરૂપ સ્વામીના ચાર સંતોનો વીડિયો વાયરલ થતાં હરિધામમાં દાવાનળ પ્રકટ્યો હતો. અનુજ હજુ પોલીસ સમક્ષ આવતો નથી, અશોક પટેલના તાબામાં હોવાની ચર્ચા ચાલી રહી છે. સત્સંગી મહિલાઓનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં મહિલા ગુણાતિતનું નામ વારંવાર આવે છે આ ગુણાતિત કોણ છે તે અંગે સોખડાના હરિભક્તો સાથે વાત કરતા જાણવા મળ્યું કે વર્ષ 2006માં હરિપ્રસાદ સ્વામીએ પોતાને ભગવાન સ્વામિનારાયણના અવતાર તરીકે જાહેર કર્યા હતા અને પ્રબોધ સ્વામીને ગુણાતિત તરીકે જાહેર કર્યા હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1482965989549821952 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.