ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલીમાં વર્ષ 2018માં નોંધાયેલા સામુહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આરોપીઓએ પરિણીતાનું અપહરણ કર્યા બાદ સામુહિક દુષ્કર્મ ગુજારી હત્યા કરી નાખી હતી. આ મામલો કપજવંજ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આજે ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો.
દુષ્કર્મ અને હત્યાના કેસમાં એકસાથે ત્રણ આરોપીઓને રાજ્યમાં પ્રથમવાર ફાંસીની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2018માં કપડવંજના નિરમાલીમાં ગોપી ઉર્ફે બલાભાઈ ગિરીશભાઈ દેવીપૂજક, જયંતીભાઈ બબાભાઈ વાદી અને લાલાભાઈ ઉર્ફે કંકુડીપો રમેશભાઈ વાદીએ પરિણીતા પર દુષ્કર્મ ગુજારી હત્યા નિપજાવી હતી અને પુરાવાનો નાશ કરવા માટે લાશને ફેંકી દીધી હતી.
કપડવંજ કોર્ટેમાં સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. એડિ.ડિસ્ટ્રિક્ટ જજ વી.પી અગ્રવાલે આ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. બનાવની હકીકત એવી છે કે તા 28-10-2018 ના રોજ કલાક 18:30થી કલાક 20:30 દરમિયાન કપડવંજના મોટી ઝેર ચોકડીથી નિરમાલી સીમ સુધી મરણજનાર પરિણીતાને આરોપી જયંતિ વાદી અને લાલાભાઈનાઓએ જયંતિના મોટર સાયકલ ૫૨ મોટીઝર ચોકડીથી બેસાડી અપહરણ કર્યું હતું.
આ બાદ નીરમાલી સીમમાં લઈ જતા મોટીઝેર ચોકડીએ આરોપી ગોપી ઉર્ફે ભલો જોઈ જતા બુમો પાડી હતી પણ ઉભા રહ્યા ન હતા.આ સમયગાળા દરમ્યાન નિરમાલી સીમમાં જયંતીભાઈ અંબાલાલ પટેલના ખેતર નજીક આરોપી ગોપી ઉર્ફે ભલો જતા રોડની સાઈડમાં ઉપરોક્ત બન્ને લોકોનુ મોટરસાયકલ જોવા મળ્યુ હતુ.
આ મોટરસાયકલ પાસે લાલાભાઈ ઉર્ફે કંકુડીપો ઊભો હતો. ગોપી ત્યાં પહોંચ્યો હતો નજીકમાં પરિણીતા પણ બેહોશ હાલતમાં પડેલી જોવા મળી હતી. ગોપીએ અન્ય બે આરોપીઓને પૂછ્યું હતું કે, આ શું કર્યું? તો જયંતી અને લાલાએ કહ્યું હતું કે, ‘અમે અમારું કામ પતાવી દીધું તું તારુ કામ પતાવી દે’. જો અમારા કહેવા મુજબ નહી કરે તો તેને મારી નાખીશું તેમ કહી ધમકી આપી હતી અને ગોપીને પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારવા મજબૂર કર્યો હતો.
આમ ત્રણેય આરોપીઓએ મરણંજનાર ઉપર સામૂહિક બળાત્કાર ગુજારી પરિણીતાની હત્યા નિપજાવી હતી. આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે પરિણીતાના મોઢા તેમજ ગળાના ભાગે સાડી બાંધી દઈ નગ્ન અવસ્થામાં ખેતરમાં ફેંકી દીધી હતી. આ બાબતની ફરિયાદ કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.,46/ 18થી નોંધાવતાં પોલીસે ઈ.પી.કો.ક. 366, 376(ડી),302,201 સાથે વાંચતા ક.114 મુજબનો ગુન્હો નોંધી પોલીસે આરોપીઓને પકડેલા હતા.
આ ત્રણ આરોપીને ફાંસીની સજા અપાશે
1) ગોપી ઉર્ફે ભલાભાઈ ગીરીશભાઈ દેવીપુજક, રહે.જોરામાં, મોટીર તા.કપડવંજ જી.ખેડા
2) જયંતીભાઈ બબાભાઈ વાદી, રહે.ઈન્દીરાનગરી, શીહોરા, તા.કપડવંજ જી.ખેડા
3) લાલાભાઈ ઉર્ફે કંકુડીયો ૨મેશભાઈ વાદી રહે.ઈન્દીરાનગરી, શીહોરા, તા.કપડવંજ, જી.ખેડા નાઓને ફાંસીની સજા આપવામાં આવી છે.
જુઓ કઈ કલમમાં કેટલી સજા
ઈ.પી.કો.કલમ 201સાથે વાંચતા કલમ 114 મુજબના ગુનામાં 3 વર્ષની સાદી કેદ તથા રૂા.5 હજારનો દંડ, દંડ ના ભરે 3 માસની સાદી કેદની સજા. ઈ.પી.કો.કલમ 366 સાથે વાંચતા કલમ 114 મુજબના ગુનામાં 5 વર્ષની કેદ તથા 5 હજારનો દંડ, દંડ ના ભરે 3માસની સાદી કેદની સજા. ઈ.પી.કો.કલમ 376(ડી) સાથે વાંચતા કલમ 114 મુજબના ગુનામાં આજીવન કારાવાસની સજા તથા 10 હજારનો દંડ, દંડ ના ભરે 6 માસની કેદની સજા. ઈ.પી.કો.કલમ 302 સાથે વાંચતા કલમ 114મુજબના ગુનામાં ફાંસીની સજા તથા રુ10 હજારનો દંડ, દંડ ના ભરે 6 માસની કેદની સજા. કોર્ટ દ્વારા 2 લાખ રૂપિયા ભોગબનના૨/ મ૨ણજનારના વારસદારોને વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કર્યો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!