લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, જિજ્ઞેશ બારોટ સહિતના કલાકારો હાજર રહ્યા હતા
ગુજરાતમાં લગ્ન પ્રસંગો દરમિયાન ફાયરિંગની ઘટના સામાન્ય બની છે, પરંતુ હવે તો એમાંથી લોકડાયરા પણ બાકાત નથી રહ્યા. અંકલેશ્વરના કાપોદ્રા ગામ પાસે આવેલા ઋષિકુલ ગૌધામ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ધર્મ સંમેલન યોજાયું હતું. એ અંતર્ગત રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં નોટોના વરસાદ વચ્ચે એક શખસે હવામાં ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ગાયક કલાકાર પણ ડઘાઈ ગયા હતા. ફાયરિંગ કરનાર આ શખસનું નામ વિક્રમ ભરવાડ છે.
યુવકે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું
આ ધર્મ સંમેલનમાં વડતાલ ધામ સત્સંગ મહાસભા પ્રમુખ નૌતમ સ્વામીએ પ્રવચન રજૂ કર્યું હતું. એ બાદ રાતે લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. એમાં લોકગાયક કીર્તિદાન ગઢવી, ઋષિ અગ્રવાલ, દિલીપ પટેલ અને જિજ્ઞેશ બારોટે ભજનોની રમઝટ બોલાવી હતી. શાંતિ પ્રિય સ્વામિનારાયણ સંપ્રદાયના લોકડાયરામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. એક યુવક ચાલુ ડાયરામાં ફાયરિંગ કરી રહ્યો હતો, જ્યારે અન્ય યુવક રૂપિયા ઉડાડી રહ્યો હતો. ફાયરિંગની ઘટનાને પગલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ ધર્મ સંમેલનમાં સંરક્ષણ હિન્દુ ધર્મ સેના ગુજરાતના માધવપ્રિય સ્વામી અને સંતો તેમજ અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના અને ઋષિકુલ ગૌધામ દ્વારા ધર્મ સંમેલન અંકલેશ્વર નેશનલ હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ સ્થિત ઋષિકુલ ગૌધામ ખાતે યોજાયો હતો. આ ધર્મ સંમેલનમાં શાકોત્સવ અને રક્તતુલા કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ ઉત્સાહભેર રકતદાન કર્યું હતું.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/21/13-bharuch-firing-govind_1645436052/mp4/v360.mp4 )
આ ધર્મ સંમેલનમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રક્તદાન થકી પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની તુલા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લોકડાયરામાં ફાયરિંગની ઘટના બની એ સમયે પ્રદેશ અધ્યક્ષ હાજર નહતા. તેઓ ચાલ્યા ગયા હતા, એ બાદ લોકડાયરામાં ફાયરિંગની ઘટના બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!