હેવાનિયતની હદ વટાવી / સુરતમાં મહિલાને હોટલમાં બોલાવી કહ્યું તને એવી નોકરી આપું કે તું સીધી કરોડપતિ બની જઇશ, યુવતી હોટેલમાં ગઈ અને પછી થયું એવું કે જાણીને ચોંકી ઉઠશો

સુરત

સુરત(SURAT) : કોરોનામાં નર્સિંગની નોકરી છુટી જવાના કારણે મહિલાને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થતા પરિણીતાએ પોતાની બહેનપણીને નોકરી અપાવવા ભલામણ કરી હતી. જેના કારણે મહિલાને બહેનપણીના માનેલા ભાઇનો સંપર્ક કર્યો હતો. આ ભાઇએ તેને પરનીતા હોટલમાં બોલાવી હતી. જ્યાં મહિલા પર જોરજબરજસ્તી કરીને બળાત્કાર કર્યો હતો. જો તેના તાબે નહી થાય તો નોકરી તો નહી મળે તેની દિકરી પર પણ સંકટ આવશે તેવું જણાવ્યું હતું.

બળાત્કારનો વીડિયો ઉતાર્યા બાદ મહિલાને વારંવાર અલગ અલગ સ્થળે બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. જેના પગલે કંટાળેલીમહિલાએ હવે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ તો ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપીને ઝડપી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. સુરતની વરાછામાં મહિલા રહે છે. તેનો પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે. પોતે પણ પરિવારની મદદ કરવા માટે નોકરી કરતી હતી.

જો કે કોરોના કાળમાં નોકરી છુટી જતા આર્થિક સ્થિતી કથળી હતી. જેથી તેણે નોકરી માટે બહેનપણીને જણાવ્યું હતું. જેથી બહેનપણીએ પોતાનાં માનેલા ભાઇને નોકરી અંગે જણાવ્યું હતું. માનેલા ભાઇ પારસ ઝાલાવાડિયાએ નોકરીની લાલચ આપીને પરણીતા પર દુષ્કર્મ આચર્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.