અરે બાપરે / આંખના પલકારામાં ઉભા પહાડ પરથી નીચે આવ્યો સાઇકલ ચાલાક, આ સ્ટંટ જોઈને તમારું કાળજું કંપી ઉઠશે : જુઓ વિડિઓ

અજબ ગજબ

સોશિયલ મીડિયાના જમાનામાં અવનવું ઇન્ટરનેટ પર વાઇરલ થયા કરે છે. ત્યારે આજે અમે તમને તે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. જેને જોયા બાદ તમે આશ્ચર્યચકિત થઇ જશો. વીડિયોમાં એક વ્યક્તિ ઢાળવાળી ટેકરી પર સાઈકલ સાથે સ્ટંટ કરતો જોવા મળે છે. આ ચોંકાવનારો વીડિયો જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય.

વીડિયોમાં તે વ્યક્તિ સાઇકલને ઢાળવાળી ટેકરી પરથી નીચે લાવતો જોવા મળે છે. આ વિડિયો જોવા માટે તમારી પાસે મોટો જીગરો હોવો જોઈએ. કારણ કે વીડિયો જોયા બાદ મોટાભાગના લોકો ચીસો પાડી રહ્યા છે. આ ખતરનાક વીડિયો જોઈને એવું લાગે છે કે જો થોડી પણ ભૂલ થઈ ગઈ હોત તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે.

હાલમાં, વીડિયો શેર કરતી વખતે, યુઝરે નેટીઝન્સને પ્રશ્ન પૂછ્યો છે કે, ‘શું તમારામાં એટલી હિંમત છે?’ આ વીડિયો ઉટાહના મોઆબની એક પહાડીનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક ઉંચી ટેકરી દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે ટેકરીની બાજુમાં એક સાયકલ સવાર ખૂબ જ ચોંકાવનારું દૃશ્ય બતાવે છે. તે તેની સાઇકલને ટેકરીના ઢોળાવ પરથી નીચે ઉતારવાનો પ્રયાસ કરે છે.

વીડિયો જોઈને લાગશે કે વ્યક્તિ પોતાની સાઈકલ લઈને સીધો નીચે પડી જશે. જો કે, આવું કંઈ થતું નથી અને વ્યક્તિ ખૂબ જ આરામથી સાયકલ ચલાવીને ઢાળવાળી ટેકરી પરથી નીચે આવે છે. આ આશ્ચર્યજનક વિડિયો અર્થફોકસ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EARTH FOCUS (@earthfocus)

વિડિયો કિલિયન બ્રોન દ્વારા મોઆબ, ઉટાહમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ વિડિયો એટલો જબરદસ્ત છે કે તેના શેર થયા બાદથી સોશિયલ મીડિયાની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ ચોકી ગયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.