ઘણીવાર એવી ઘટનાઓ સામે આવી જાય છે, જેના વિષે જાણીને ભલભલા ધ્રુજી ઉઠે છે. હાલ પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક સસરાએ પોતાની જ પુત્રવધુ સાથે લગ્ન કરી લીધા છે. મિત્રો લગ્નને એક પવિત્ર સબંધ માનવામાં આવે છે, પરંતુ અહિયાં તો એક દાદાએ પોતાના દીકરાની પત્નીને જ પોતાની પત્ની બનાવી લીધી છે.
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઉમરાવ ગામના 70 વર્ષીય કૈલાશ યાદવની 28 વર્ષની પુત્રવધૂ પૂજા સાથે મંદિરમાં લગ્ન કરવાનો ફોટો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, ત્રિશુલ ન્યુજ આ તસવીરની પુષ્ટિ કરતું નથી.
કૈલાશ યાદવ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર છે. પત્નીનું 12 વર્ષ પહેલા અવસાન થયું છે. ચાર સંતાનોમાં ત્રીજા પુત્રના મૃત્યુ બાદ કૈલાશે તેની પુત્રવધૂના લગ્ન અન્ય જગ્યાએ કરાવ્યા. પણ તે ત્યાંથી તે ભાગીને ઘરે આવી ગઈ. આ પછી તે તેના અગાઉના સાસરે કૈલાશ સાથે જ રહેતી હતી. હવે તેના લગ્નનો ફોટો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયો છે, જેથી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આસપાસના લોકોમાં વિવિધ વાતો થઈ રહી છે.
શું કહે છે પોલીસ?
કોટવાલ જેએન શુક્લાએ જણાવ્યું કે કૈલાશ અને તેનો એક પુત્ર પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે કામ કરે છે. અમે ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટા વિશે માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો