ગણેશજીનો ઉંદર બદલી શકે છે તમારું જીવન, ખાતરી ન હોય તો સ્પર્શ કરો તમારી બધી ઇચ્છાઓ થશે અત્યારે જ પૂર્ણ

ધર્મ

“એક દાંતવાળા, ચાર ભુજાવાળા, પાશ અને અંકુશ ધારણ કરનારાં અભય અને વરદ હસ્તમુદ્રાવાળા અને ઉંદરના ચિત્રથી અંકિત ધ્વદ ધારણ કરનારા શ્રી ગણેશ.”

ભગવાન શ્રી ગણેશને હિન્દૂ ધર્મમાં પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં દરેક શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશને સૌપ્રથમ યાદ કરવામાં આવે છે અને પૂજા અર્ચના કરવામાં આવે છે. ગણપતિ બાપ્પા ને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. પોતાના ભક્તોના બધા દુઃખો દૂર કરે છે અને તેમને દરેક મુશ્કેલીમાંથી દૂર કરે છે.

શું તમે જાણો છો ભગવાન ગણેશનું વાહન ઉંદર કેમ હોય છે? શ્રી ગણેશનું વાહન મુષક એટલે ઉંદર શા માટે ? આ અંગે શ્રી ગણેશપુરાણમાં બે કથા છે. તો ચાલો આજે અમે તમને એના વિશે માહિતી આપીયે. ધાર્મિક કથા અનુસાર ક્રોંચ નામનો એક દુષ્ટ ગંધર્વ હતો. તે એકવાર ક્રોંચ સૌભરી નામના ઋષિના આશ્રમે આવ્યો હતો ત્યારે ત્યાં ઋષિની પત્ની મનોમયી એકલા હતા.

ક્રોંચે તેની દુષ્ટતા દાખવીને મનોમયીનો હાથ પકડીને દુષ્ટતા કરવા લાગ્યો તો ઋષિ પત્ની મનોમયી ગભરાઈને રડવા લાગી. એજ વખતે સોંભરી ઋષિ આશ્રમમાં પાછા આવી પહોંચ્યા. તેમણે દુષ્ટ ગંધર્વ ક્રોંચને મૂષક થવાનોશ્રાપ આપ્યો. પરંતુ બાદમાં દયા આવવાથી ઉ:શાપ પણ આપ્યો.

દ્વાપર યુગમાં મુનિ પરાશરને ત્યાં પરમાત્મા અવતાર લેશે. અને તું ગજાનનનું વાહન બનીશ. ક્રોંચ મુષક બન્યો એની બીજી કથા ગણેશ પુરાણમાં જ છે. બીજી કથા અનુસાર એક વાર ક્રોંચ ઉતાવળે ઇન્દ્ર સભામાં જતો હતો ત્યારે એનો પગ મહામુનિ વામદેવને અડ્યો. મુનિએ ક્રોધે ભરાઈને તેને મુષક થવાનો શ્રાપ આપ્યો અને ક્રોંચ ઉંદર થઈ મૂનિ પરાશરના આશ્રમમાં પડ્યો.

આશ્રમમાં તેનો ઉપદ્રવ વધી ગયો. એના રોજે રોજના ત્રાસથી ગણેશજીએ તેને બરાબરનો આમળ્યો. હવે તે વિનમ્ર થયો. ત્યારે એ ઉંદરે સ્તૃતિ કરી અને કહ્યું ‘ હવે મને આપના વાહન તરીકે સ્વીકારો.’ એની જ ઇચ્છાથી સાપિત મૂષક ગાંધર્વ ક્રોંચ ગણપતિનું વાહન બન્યો.

ઉંદરને વાહન તરીકે સ્વીકારી લેવામાં ગણેશજીના હૃદયની વિશાળતાના આપણને દર્શન થાય છે. ગણપતિ કૃષિદેવતા પણ કહેવામાં આવે છે. ઉંદર કૃષિ માટે નુકશાનકારક હોવાથી તેઓ તેને પોતાના પગ નીચે દાબી રાખે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.