શનિદેવના પ્રકોપથી આ રીતે મળી શકે છે છુટકારો, બસ માત્ર આ રીતે કરો પૂજા, તુરંત જ જોવા મળશે પરિણામ

ધર્મ

શનિદેવ ને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ દેવની પૂજા અર્ચનાને ખૂબ મહત્વ માનવામાં આવે છે. લોકો ભગવાન શનિદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે છે તે લોકોની વાત શનિદેવ અવશ્ય સાંભળે છે. અને તેમની કૃપા દ્રષ્ટિ સદાય તે લોકો પર બનાવી રાખે છે.

જ્યોતિષશાસ્ત્ર માં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા ચડ જેનાથી તમે શનિદેવ ને પ્રસન્ન કરી શકો છો અને તેમની કૃપા દ્રષ્ટિ મેળવી શકો છો. શનિદેવ ને ન્યાયના દેવતા કહેવામાં આવે છે.

શનિનું રાશિ પરિવર્તન ખૂબ મહત્વ માનવામાં આવે છે. શનિદેવને ખૂબ જ ક્રૂર પણ માનવામાં આવે છે. વ્યકતિ પોતાના જીવનકાળ દરમિયાન જે પણ સારા કે ખરાબ કામ કરે છે ત્યારે તેના કર્મ પ્રમાણે શનિદેવ તેને સારું કે ખરાબ ફળ આપે છે. શનિ દેવની કુદ્રષ્ટિ થી બચવા માટે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.

શનિવારના દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઊઠવું જોઈએ. પછી સ્નાન વગેરે થી નિવૃત્ત થઈ જાઓ. અને સ્વચ્છ કપડા પહેરી લેવા. પછી પીપળાના વૃક્ષ પર જળ અર્પણ કરવું. પછી શનિદેવની મૂર્તિ લેવી. અને તે લોખંડ થી બનેલી હોય તો વધારે સારું, આ મૂર્તિને પંચામૃત થી સ્નાન કરાવવું.

હવે ચોખાને 24 દળ બનાવવું અને તેના પર મૂર્તિ સ્થાપિત કરવી. તેના પછી કાળા તલ, ફુલ, ધૂપ, કાળા વસ્ત્ર તેમજ તેલ વગેરે થી શનિદેવની પૂજા કરવી.

શાસ્ત્રો અનુસાર શનિવારના રોજ હનુમાનજીના મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને શનિદેવને પ્રસન્ન કરવા માટે પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવો અને ” ૐ શં અભ્યસ્તાય નમઃ” મંત્ર નો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર કરે છે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દર શનિવારે મહારાજ દશરથ સ્ત્રોતનો 11 વાર પાઠ કરવો જોઈએ. એવી માન્યતા છે કે આમ કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. દર શનિવારે બ્રહ્મચર્ય મુહરતમાં પીપળાના વૃક્ષને સાચા મનથી જળ અર્પણ કરો અને પીપળાના વૃક્ષની ફરતે સાત પરિક્રમા કરો અને તેમના મંત્રોનો જાપ કરો.

શનિદેવની પૂજા માટેના કેટલાક નિયમ: જો તમે સાડાસાતીથી ગ્રસ્ત હો તો શનિદેવનું પૂજન કરવું. જો તમારી રાશિ નો અઢીયો ચાલી રહ્યો હોય તો શનિ દેવની આરાધના કરવી. વહેલી સવારે સ્નાન કરી પુરુષ પૂજા કરી શકે છે પરંતુ મહિલાઓને શનિ ચબૂતરા પર ન જાય અને મંદિર હોય તો સ્પર્શ કરવું જોઇએ નહી. જો તમે કોઈ પણ સારું કાર્ય કરવા જતા હો તો શનિદેવની કૃપા માટે તેની પ્રાર્થના કરવી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *