તારીખ પે તારીખ…તારીખ પે તારીખ / જુઓ રદ કરાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અંગે સૌથી મોટા સમાચાર

ગુજરાત ટોપ ન્યૂઝ

બે વર્ષમાં ત્રીજી વાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફૃ રાખવાની ગઈકાલે જાહેરાત કરતા જ રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉમેદવારો દ્વારા તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ ઉઠી છે. ત્યારે GADના અધિક મુખ્ય સચિવની મીડિયા સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, 2 મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવશે. 15-20 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે.

પરીક્ષા મોકૂફ થતા ઉમેદવારોમાં રોષ
બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા મોકૂફ થતાં વિદ્યાર્થીઓ નિરાશા વ્યાપી ગઈ છે. પરીક્ષાઓ વારંવાર મોકૂફ થવાથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ પડી ભાંગે છે. તૈયારી કરીને જ્યારે જ્યાર એક્ઝામ આપવાની તારીખ નજીક આવે છે, ત્યારે જ કોઈને કોઈ કારણોસર પરીક્ષા મોકૂફ થાય છે. 4 વર્ષમાં ત્રીજી વાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ત્યારે તાત્કાલિક પરીક્ષા જાહેર થાય તેવી ઉમેદવારોએ માંગ કરી છે. 13 ફેબ્રુઆરીએ રવિવારે પરીક્ષા યોજાવાની હતી. તે પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલય સેવાના કારકૂનની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સચિવાલય સેવાના ઓફિસ આસિ.ની પરીક્ષા મોકૂફ કરાઈ છે.

ત્યારે બિન સચિવાલયની મોકૂફ પરીક્ષા અંગે આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. GADના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે કહ્યુ કે, 2 મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવશે. 15-20 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે. 13 ફેબ્રુઆરી યોજાનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે હવે 2 મહિનામાં ફરી પરીક્ષા યોજાશે.

હવે આંદોલન કરવુ પડશે- વિદ્યાર્થીઓ
વહીવટી કારણોથી પરીક્ષા રદ કરી હોવાનુ કારણ તંત્ર દ્વારા આપવામાં આવ્યુ છે. ત્યારે વર્ષોથી પરીક્ષા માટે તૈયારી કરતા યુવાનોમાં આક્રોશ ફેલાયો છે. વિદ્યાર્થીઓએ કહ્યુ કે, પરીક્ષા રદ્દ કરતા હવે વિદ્યાર્થીઓ નવ નિર્માણ આંદોલન કરવું પડશે. પરીક્ષામાં તારીખ પે તારીખ શા માટે આપે છે. પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓ હવે કારખાને કામે જવું પડશે તેવું લાગે છે. પરીક્ષા રદ્દ મામલે વર્લ્ડ રેકોર્ડ સર્જાય તેવી સ્થિતિ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *