શું આ રીતે નશામુક્ત ગુજરાત બનશે? / સુરત સિવિલ હોસ્પિટલમાં મળ્યો ગાંજાનો છોડ, જુઓ અધિકારીઓ છોડના પ્રકરણને દબાવવા કર્યા આ મોટા પ્રયાસો : જુઓ વિડિઓ વાઇરલ

ટોપ ન્યૂઝ સુરત

સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી મળી આવેલા ગાંજાના શંકાસ્પદ છોડ પ્રકરણમાં સિવિલના બુદ્ધિ જીવીઓએ પોલીસ વિભાગ સહિત બધાને ઉલટા ચશ્મા પહેરાવી આખી વાત ને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે. આખો દિવસ ચર્ચામાં રહેલા ગાંજા ના છોડ પ્રકરણ માં પોતાના પડછાયા ને બચાવવા સુપ્રિટેન્ડન્ટ કહે છે વીડિયો વાઇરલ છે તો છોડના અવશેષો FSL, વન વિભાગ, કૃષિ યુનિવર્સીટીમાં કેમ આપ્યા એવા અનેક પ્રશ્નો ઉભા થયા છે જ્યારે RMO કેતન નાયક કહે છે કે આ ગાંજાનો છોડ નથી તો નિકાલ કરવા માટે મેડિકલ ઓફિસર જે હાલ વિવાદમાં આવ્યા છે એને આદેશ આપી સિક્યુરિટીના હાથે છોડને સળગાવી કેમ દેવાયો એવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

ખટોદરા પોલીસ અધિકારીઓએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે અમને તો ખબર સુદ્ધા ન હતી કે સિવિલ કેમ્પસમાંથી ગાંજાનો છોડ ઊગી આવ્યો છે. જોકે ખબર ત્યારે પડી કે પોલીસે સળગાવી દીધો હોવાનો આરોપ લાગ્યો, તપાસ કરતા ખબર પડી હતી કે સિવિલના જ કોઈ કર્મચારી નું છોડ સળગાવી દેવાનું કામ છે. આ બાબતે સિવિલના એક અધિકારી કહે છે મને બ્લેક મેઈલ કરાઈ રહ્યો છે પણ કોણ કરે છે એ નથી કહેતા, કેમ્સ માંથી મળી આવેલા ગાંજા ના છોડ પ્રકરણ અલગ અલગ વ્યક્તિઓને બોલાવી મિટિંગો કરનારે કેસ ને દબાવવાનો પ્રયાસ કર્યો છે.

પંચનામું કર્યા વગર નાશ કરનારને બચાવવાનો પ્રયાસ
સિવિલ હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર તંત્ર ઉલટા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ કરી મુખ્ય આરોપી એટલે કે પ્રતિબંધિત વસ્તુના પંચનામું કર્યા વગર નાશ કરનારને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે આ પ્રકરણ પોલીસ માટે પડકાર રૂપ બન્યો છે.

પોલીસ પોતાની આબરૂ બચાવવા, પોલીસને બદનામ કરનાર અને શકાસ્પદ ગાંજા નો છોડ સળગાવનાર ને શોધી તમામ હકીકતો સામે લાવે તેવી આશા છે. એટલું જ નહીં પણ આવા સામે ફરિયાદ દાખલ કરી તપાસ કરે એવી ચર્ચાઓ ઉઠી રહી છે.

આ ઘટના ને લઈને RMO દ્વારા માહિતી આપવામાં આવી કે ” ખૂબ જ ગંભીર બાબત છે, એની ચોક્કસ તપાસ કરીશું. જોકે સ્થળ મુલાકાત કરતાં કોઈ અજાણ્યા પોલીસ કર્મચારીઓએ છોડ ઉખાડી 10 મીટરમાં જ સળગાવી દઈ નિકાલ કરી દેતાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા. ”

છોડ ને લઈને RMO કેતન નાયકે વધુમાં કહ્યું કે તેઓ આ છોડને સિવિલના ગાર્ડન વિભાગ અને વન વિભાગને મોકલી તેની તપાસ કરાવવાની તૈયારી કરી રહ્યો હતા. કે જેથી માલુમ પડે કે આ છોડ કુદરતી રીતે ઉગી આવ્યો કે કોઈએ જાણી જોઈને ઊગાડયો છે પરંતુ હવે માત્ર છોડની ડાળ અને મળી આવેલા પાંદડા મોકલી ચેક કરવામા આવશે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/08/whatsapp-video-2022-03-08-at-104706-am_1646717000/mp4/v360.mp4 )

જો કે સૂરત ની સિવિલ હોસ્પિટલ પોતાના ઘણા આવા કર્યો રહીને વિવાદ માં રહે છે આ પહેલા જ અહીં હોસ્પિટલ માં કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કરવા ને લઈને ઉપરાંત અહીંથી દારૂની બોટલો ને લઈને ઉપરાંત થોડા સમય પહેલા જ અહીં કિડની હોસ્પિટલનું બેઝમેન્ટ તળાવમાં ફેરવાયું આવા અનેક કર્યો ને લઈને સિવિલ અવાર નવાર વિવાદો માં રહે છે તેવામાં હવે આ ગાંજાના છોડ અંગે નવો વિવાદ સર્જતા લોકો માં તેને લઈને અને સિવિલના મેનેજમેન્ટ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.