ગમખ્વાર અકસ્માત / આંખના પલકારામાં સર્જાયો કાળજું કંપાવે તેવો અકસ્માત, ટ્રકની ટક્કર લાગતા મહિલા ક્યાય હવામાં ઉછળી અને પછી જે થયું એ જાણીને કાળજું કંપી ઉઠશે : જુઓ વિડીયો

ટોપ ન્યૂઝ

એક ચમત્કારિક ઘટનામાં મહિલાનો જીવ બચી ગયો હતો. સ્કુટી લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સૌ કોઈનું કાળજું કંપાવી નાખે તેવી ઘટના બની હતી. તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે મંગળવારના રોજ મણિપાલ(Manipal) નજીક એક ટ્રકની ટક્કરથી સ્કૂટી પર સવાર એક મહિલાનો ગંભીર અકસ્માત(Accident) થયો હતો.

ઘટનાના સીસીટીવી ફૂટેજ(CCTV footage)માં મહિલા પેરામપલ્લી(Parampalli) વિસ્તારમાં રોડ ક્રોસ કરતી જોઈ શકાય છે. જ્યારે તે દૂધ લઈને જઈ રહી હતી ત્યારે એક ટ્રક તેની સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ મહિલા ફંગોળાઈ ગઈ હતી. જ્યારે આસપાસના લોકોએ આ અકસ્માત જોયો તો તેઓ ડરી ગયા હતા.

અકસ્માતનો વિડીયો જોયા બાદ સમજાશે કે મહિલાનો જીવ પણ જઈ શકે તેમ હતો. સદનસીબે, મહિલાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. મહિલાએ માત્ર એક જ ભૂલ કરી હતી કે રસ્તો ક્રોસ કરતી વખતે તેણે જમણી બાજુ ન જોયું અને સ્કૂટીને આગળ લઇ દીધી, પરંતુ બીજી બાજુથી મીની ટ્રક તેજ ગતિએ જઈ રહી હતી. આંખના પલકારામાં ટ્રકે મહિલાને ટક્કર મારી.

આશ્ચર્યની વાત એ છે કે જમીન પર પટકાયેલા મહિલા થોડી જ સેકન્ડોમાં ઊભી થઈ અને પોતાનું હેલ્મેટ ઠીક કરવા લાગી. એવું પણ કહી શકાય કે હેલ્મેટે તેનો જીવ બચાવ્યો.

અકસ્માત થતાની સાથે જ ઘાયલ મહિલાની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકોએ તેમને મદદ કરી હતી. વીડિયો જોયા બાદ લોકોમાં ચર્ચા જાગી રહી છે કે આમાં કોનો વાંક છે. આ અકસ્માત 3 માર્ચે સવારે 8:30 વાગ્યે થયો હતો અને સીસીટીવી વીડિયોમાં મહિલાને ટક્કર માર્યા બાદ ટ્રક ઉભો રહ્યો નહોતો અને ત્યાંથી સ્પીડમાં નીકળી ગયો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.