કાર અથવા બાઈક કાં તો સાયકલ લઈને લોકો ઓફિસે જતાં હોય છે. શું આપે ક્યારેય સાંભળ્યું છે કે, ઘોડો લઈને કોઈ ઓફિસે જતું હોય ? મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતો શખ્સ યુસુફ આજકાલ પોતાના ખભ્ભે બેગ લગાવીને ઘોડા પર સવાર થઈને ઓફિસે જાય છે. આ તેનો શોખ નહીં પણ મજબૂરી છે, સતત વધી રહેલા પેટ્રોલના ભાવથી તંગ આવીને તેણે પોતાના બાઈકની જગ્યાએ ઘોડા પર સવાર થઈને ઓફિસ જવાનું વિચાર્યું.
શેખ યુસુફ, વાઈબી ચૌહાણ કોલેજ ઓફ ફાર્મસીમાં લેબ આસિસ્ટેંટ તરીકે નોકરી કરે છે. તેણે જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવથી કંટાળીને તેણે ઘોડા પર જવાનું નક્કી કર્યું છે. આ સવારી ખૂબ જ સસ્તી લાગે છે. યુસુફનું ઘર અને કોલેજ વચ્ચે 15 કિમીનું અંતર છે. પહેલા તે રોજ બાઈકથી ઓફિસે જતો હતો. પણ પેટ્રોલનો ખર્ચો વધી જતાં તકલીફો આવવા લાગી.
યુસુફનું કહેવુ છે કે, થોડા મહિના પહેલા તેનું બાઈક ખરાબ થઈ ગયું. લોકડાઉના કારણે પબ્લિક ટ્રાંસપોર્ટની સુવિધા પણ નહોતી.. પેટ્રોલના વધતાં ભાવના કારણે તેણે બાઈક રિપેર કરવાનું માંડી વાળ્યું. તેની જગ્યાએ તેણે 40 હજારનો એક ઘોડો ખરીદી લીધો.
બાઈક કરતા ઘોડા પર જવાનું ખૂબ સસ્તુ પડ્યું
યુસુફે પોતાના ઘોડાનું નામ જિગર રાખ્યું છે. હવે તે દરરોજ પોતાના જિગર પર સવાર થઈને કોલેજ જાય છે અને આવે છે. યુસુફના જણાવ્યા અનુસાર જિગર એક કાઠિયાવાડી નસ્લનો ઘોડો છે. તેની ઉંમર ચાર વર્ષ છે. ઘોડા પર ઓફિસ જવાનું, બાઈક પર જવા કરતા ખૂબ જ સસ્તુ પડે છે. સાથે જ ઘોડેસવારી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
#WATCH Maharashtra | Aurangabad’s Shaikh Yusuf commutes to work on his horse ‘Jigar’. ” I bought it during lockdown. My bike wasn’t functioning, petrol prices had gone up & public transport wasn’t plying. which is when I bought this horse for Rs 40,000 to commute,” he said (14.3) pic.twitter.com/ae3xvK57qf
— ANI (@ANI) March 14, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!