સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કેનાલમાં ખાબકી કાર, જુઓ ભારે જહેમત બાદ ત્રણ દિવસે એટલા મૃતદેહ મળ્યા કે જાણીને તમે ચોંકી ઉઠશો

ગુજરાત

ખેડા હાલ એક દુર્ઘટનાના સમાચાર મળી આવ્યા છે. જેમાં ઠાસરા તાલુકામાં આવેલી બાધરપુરાની મહી કેનાલમાં ગાડી ખાબકી હતી. ગાડી ચાલક સ્ટિઅરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કેનાલમાં ખાબકી હતી. ત્રણ લોકો સાથે ગાડી કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી. જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે.

જયારે એક વ્ચક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, કેનાલમાંથી ગાડીમાં જ સવાર બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાને પગલે કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા સહિત ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. તેમજ શોધખોળ હાથ ધરી હતી.

ત્યારે આખરે ત્રણ દિવસના અંતે આજે ગાડી સહિત બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, ગાડીમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રહેતા ધર્મેન્દ્રપુરી ગોસાઈ, તેઓના ભાઈ અજયપુરી ગોસાઈ અને ભારતી બાપુ સવાર હતા. ત્યારે ગાડી ચાલક સ્ટિઅરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કેનાલમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં ધર્મેન્દ્ર ગીરી ગોસાઈનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય બે લોકો અજયપુરી ગોસાઈ અને ભારતી બાપુનો આજે મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહને પીએમ અર્થે ઠાસરાની સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *