BIG NEWS / PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જુઓ CM ચન્નીએ તાપસ માટે બનાવી આ ખાસ હાઈ લેવલ કમિટી

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

PM મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, તે આવતીકાલે આ મામલે સુનાવણી કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો એક તરફ સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે. તો બીજી તરફ પંજાબની ચન્ની સરકારે પણ મામલાની તપાસ માટે હાઈ લેવલની કમિટી બનાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ચૂકના મામલાને સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્ના સમક્ષ મેન્શન કરવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સિનિયર એડવોકેટ મનિંદર સિંહે આ મામલામાં જાહેરહિત સાથે સંકળાયેલી અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની સુરક્ષામાં ચૂક સ્વીકાર્ય નથી. અરજીમાં સિનિયર એડવોકેટ મનિંદર સિંહે પંજાબ સરકારને ઉચિત નિર્દેશ આપવા, આ માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માગ કરી છે.

સીએમ ચન્નીએ બનાવી તપાસ માટે કમિટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષા ચૂકના મામલામાં પંજાબ સરકાર હવે એક્શનમાં આવી છે. પંજાબ સરકારે આ મામલાની તપાસ માટે એક હાઈ લેવલની કમિટી બનાવી છે. બુધવારે પંજાબમાં પીએમ મોદીના કાફલાને રોકવામાં આવ્યા પછીથી પંજાબ સરકાર ઘેરાઈ છે. આ અંગે એક પ્રવકતાએ જણાવ્યું હતું કે કમિટીમાં રિટાયર્ડ જસ્ટિસ મહેતાબ સિંહ ગીલ અને પ્રમુખ સચિવ અનુરાગ વર્મા સામેલ છે. આ કમિટી એનો રિપોર્ટ ત્રણ દિવસમાં રજૂ કરશે.

શું જાણી જોઈને લીક કરાયો પીએમનો રૂટ?
5 જાન્યુઆરીએ ઘટેલી આ ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. ફ્લાયઓવર પર જ્યારે પીએમ મોદીનો કાફલો ફસાયો તો ત્યાં કેટલાક પ્રદર્શનકારીઓ હાજર હતા. એટલું જ નહીં કેટલાક પ્રદર્શનકારીઓ તો ચા પીતા પણ જોવા મળ્યા અને ત્યાં ઊભેલી પોલીસ તમાશો જોતી રહી. અનેક પોલીસવાળા તો પ્રદર્શનકારીઓ વચ્ચે પણ જોવા મળ્યા. ફ્લાયઓવર પર પીએમ મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો. આવામાં સવાલ એ ઉઠે છે કે શું પીએમ મોદીનો રૂટ જાણી જોઈને લીક કરાયો?

પંજાબ સરકારે તપાસ માટે કમિટી બનાવી
પંજાબ સરકારે પીએમ મોદીના ફિરોઝપુર પ્રવાસ દરમિયાન થયેલી ચૂક માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. સમિતિમાં રિટાયર્ડ જજ મેહતાબ સિંહ ગિલ, પ્રમુખ સચિવ (ગૃહ મામલા) અને ન્યાયમૂર્તિ અનુરાગ વર્મા સામેલ હશે. કમિટી 3 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજુ કરશે.

આવતીકાલે PM મોદીની સુરક્ષામાં ગેરરીતિ મામલે સુનાવણી કરશે.
PM મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, તે આવતીકાલે આ મામલે સુનાવણી કરશે. કોર્ટે અરજદારને અરજીની નકલ પંજાબ સરકારને સોંપવા કહ્યું હતું. વરિષ્ઠ વકીલ મંદિર સિંહે ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિનો મુદ્દો ઉઠાવ્યો હતો, મનિન્દર સિંહે કહ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની ખાતરી કરવી જોઈએ.

પીએમ મોદીની સુરક્ષા સાથે ષડયંત્રના પુરાવા
પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક પર સીએમ ચરણજીત સિંહ ચન્નીના દાવાનો પોલ ખોલતા વીડિયોમાં પ્રદર્શનકારીઓ પોસ્ટર ફાડતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ એ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું પ્રદર્શનકારીઓને પહેલેથી ખબર હતી કે પીએમ મોદીનો કાફલો અહીંથી પસાર થવાનો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.