ભારે કરી ‘નેતાજી’ એ / આણંદમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, જુઓ અચાનક પોલીસ ત્રાટકી અને જોયું ત્યાં ભાજપના ઉપપ્રમુખ સહીત….

ટોપ ન્યૂઝ ગુજરાત

આણંદના આંકલાવમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. જેમાં શહેર ભાજપ ઉપપ્રમુખ જુગારધામ રમાડતા ઝડપાયા છે. નેતા દ્વારા રાજકીય વર્ગનો દૂરઉપયોગ કરી રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવવામાં આવતો હતો. ત્યારે ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત 10 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. 10 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના આંકલાવમાં જુગાર ધામ ચલાવતા ભાજપના શહેર ઉપપ્રમુખને પોલીસે ઝડપી પાડ્યા છે. આંકલાવમાં શહેર ભાજપ પ્રમુખ જુગાર ધામ ચલાવે છે તેવી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે સ્થાનિક પોલીસે રેડ પાડી હતી. જેમાં ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર જ પકડાયા હતા. આંકલાવ પોલીસે રેડ પાડતા જ ત્યાં અનેક લોકો જુગાર રમી રહ્યા હતા.

જગદીશ ઠાકોર રાજકીય વગનો દુરુપયોગ કરી રહેણાંક મકાનમાં જુગાર ધામ ચલાવતા હોવાનુ સામે આવ્યુ છે. આંકલાવ પોલીસે ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોરને ઝડપી પાડ્યો છે. પોલીસે ઉપપ્રમુખ સહિત 10 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ભાજપના નેતાની સંડોવણીથી ત્યાંના કોંગ્રેસના નેતાઓએ પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.