સાવધાન / ગુજરાતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : ઘરે સારવારના નામે બોગસ ડૉક્ટરે દર્દી સાથે જે કર્યુ તે જાણી ચોંકી જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

બોગસ ડોક્ટર અને તેની સાથેની ટોળકી ઝડપાઈ, કોરોના દર્દીને ઘરે સારવાર આપવા એક દિવસનો 10 હજાર રૂપિયા ચાર્જ વસુલવામાં આવતો

  • બોગસ ડોક્ટર ટોળકીથી સાવધાન
  • એક પરિવાર પાસેથી પડાવ્યા દોઢ લાખ
  • એક દિવસનો 10 હજાર લેતા હતા ચાર્જ

કો-રોના સમયમાં ઘરે ખાનગી સારવાર કરનારા માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે, અમરાઈવાડી વિસ્તારમાં ઘરે સારવાર આપવાના બહાને બોગસ ડોક્ટર અને તેની સાથેની ટોળકી દર્દીઓ સાથે ઠગાઈ કરતા હતા. અને સારવાર આપવાના નામે પૈસા પડાવતા હતા.આ ટોળકીએ કોરોના દર્દીના પરિવારજનો પાસેથી એક દિવસો રૂપિયા 10 હજાર ચાર્જ લેતા હોવાનું સામે આવ્યું છે અને તેઓ સારવાર આપવાના નામે  છેતરપિંડી આચરી 1.50 લાખ જેટલી રકમની છેતરપિંડી કરી છે.

સારવારને નામે દર્દી સાથે ઠગાઈ

મહત્વનું છે કે સમગ્ર મામલે પરિવારજનોને આશંકા જતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કોરોના કાળમાં કેટલાક લોકો કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું ટાળે છે અને ઘરમાં ક્વોરોન્ટાઈ થઈ સારવાર કરાવતા હોય છે. જેમાં કેટલાક ઘરે ડોક્ટર કે નર્સને બોલાવીને સારવાર લેવાનું યોગ્ય સમજતા હોય છે એવામાં અમરાઈવાડી વિસ્તારમાં સારવારને નામે દર્દી સાથે ઠગાઈ કર્યા હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *