BREAKING NEWS / CDS બિપિન રાવતનું હેલીકૉપ્ટર ક્રેશ અકસ્માત નથી એક ષડયંત્ર છે, આ ઘટના ઉપર નિવૃત્ત બ્રિગેડિયર સુધીર સાવંતને શંકા, જુઓ આપ્યું ચોંકાવનારું નિવેદન

ઇન્ડિયા

બુધવારના રોજ તમિલનાડુના કુન્નૂરમાં એરફોર્સ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું મોત થયું હતું. આ અકસ્માતમાં તેમની પત્ની અને અન્ય 11 લોકોના પણ મોત થયા હતા. જ્યારે અકસ્માત થયો ત્યારે હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, જેમાંથી 13ના મોત થયા હતા. જ્યારે એક ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ ઘટનાને લઈને આખા દેશમાં હોબાળો મચી ગયો હતો. દરમિયાન હવે આ ઘટનામાં ષડયંત્રની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંતે હેલિકોપ્ટર દુર્ઘટના કેસમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. તેમને આરોપ લગાવ્યો કે આ અકસ્માત નથી પરંતુ કાવતરું હતું. LTTના સ્લીપર સેલ આની પાછળ હોઈ શકે છે કારણ કે જ્યાં અકસ્માત થયો છે તે વિસ્તાર LTTનો જ વિસ્તાર છે. પૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંતે આ ઘટનાની NIA દ્વારા તપાસની માંગ કરી છે.

દુર્ઘટના બાદ એરફોર્સે તપાસના આદેશ આપ્યા હતા. હવે વાયુસેના તેના સ્તરે દુર્ઘટનાના કારણની તપાસ કરી રહી છે. જો કે આ દુર્ઘટના કેવી રીતે થઈ અને તેની પાછળ કોઈ કાવતરું છે કે કેમ તે અંગે એરફોર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ સામે આવ્યું નથી. તમને જણાવી દઈએ કે જનરલ બિપિન રાવત વેલિંગ્ટન (નીલગીરી હિલ્સ) સ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ (DSSC) જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી, જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરવાના હતા.

જનરલ બિપિન રાવત એરફોર્સના Mi-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતા જે ક્રેશ થયું હતું. તેમાં તેમની સાથે તેમના પત્ની પણ હતા. વાયુસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે DSSCના ડાયરેક્ટીંગ સ્ટાફ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ SC આ અકસ્માતમાં ઘાયલ થયા છે અને હાલમાં તેઓ વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાયુસેનાએ ટ્વીટ કર્યું કે, “ખૂબ જ દુઃખ સાથે પુષ્ટિ કરવામાં આવે છે કે હેલિકોપ્ટરમાં સવાર જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત અને અન્ય 11 લોકો દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.”

જનરલ રાવતના નિધન પર અમેરિકાએ પણ દુખ વ્યક્ત કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે જનરલ બિપિન રાવત ભારત-અમેરિકા રક્ષા સંબંધોના પ્રબળ સમર્થક હતા અને તેમણે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવામાં મદદ કરી. નેડ પ્રાઈસે ડેઈલી ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતમાં હેલિકોપ્ટર ક્રેશમાં ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય લોકોના મોત અંગે જાણીને અમને ખુબ દુ:ખ થયું છે. જનરલ રાવત એક મહત્વપૂર્ણ ભાગીદાર હતા. તે પહેલા અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગનના પ્રેસ સચિવ જ્હોન કિર્બીએ કહ્યું કે સમગ્ર અમેરિકા રક્ષા વિભાગ અને રક્ષામંત્રી લોયડ ઓસ્ટિને હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ રાવતના દુ:ખદ મોત બાદ રાવત પરિવાર, ભારતીય સેના અને ભારતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકિંને પણ કહ્યું કે દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમના પત્ની અને સહયોગીઓના મોત પર મારી ઊંડી સંવેદના. અમે જનરલ રાવતને અસાધારણ લીડર તરીકે યાદ રાખીશું. રાવતે દેશની સેવા કરી અને અમેરિકા-ભારત રક્ષા સંબંધોમાં પોતાનું યોગદાન આપ્યું.

કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ : વાયુસેનાએ કહ્યું કે એમઆઈ-17 વીએચ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને આ અકસ્માતના કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે. હેલિકોપ્ટરે કોયંબતુરની પાસે સુલુર વાયુસેના બેસથી ઉડાણ ભરી હતી અને કુન્નૂર ફાયર વિભાગને 12 વાગે ઘટનાની સૂચના મળી હતી.

અધિકૃત સૂત્રો અને એક સ્થાનિક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ ધુમ્મસની સ્થિતિમાં હેલિકોપ્ટર ઓછી ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. આ દરમિયાન એક ખીણમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. હેલિકોપ્ટર ઝાડ સાથે ટકરાતા જમીન પર પડ્યું અને પડતા જ તેમાં આગ લાગી ગઈ. એક પ્રત્યક્ષદર્શી પેરુમલે જણાવ્યું કે હેલિકોપ્ટર પડતાની સાથે જ એક મકાન સાથે પણ ટકરાયું. જો કે ઘરમાં અકસ્માત સમયે કોઈ ન હોવાના કારણે જાનહાનિ થઈ નહીં. પરંતુ મકાનને તેનાથી નુકસાન થયું. તેમણે જણાવ્યું કે આગની જ્વાળામાં લપેટાયેલા બે વ્યક્તિ હેલિકોપ્ટરથી નીચે પડ્યા.

અત્યારસુધીના આ દુર્ઘટનાના જે ફોટોગ્રાફ્સ અને વીડિયો મળ્યા છે એની પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી, હવામાન એવું જ હતું. હેલિકોપ્ટર ક્રેશ થયું અને ઝાડ પર પડ્યું. પછીથી એમાં આગ લાગી ગઈ હતી. હવે સવાલ એવો છે કે હવામાન ઉડાન ભરવાલાયક હતું જ નહિ તો હેલિકોપ્ટરે કોના કહેવા પર ઉડાન ભરી? શું પાયલોટ પર ટેક-ઓફ માટે દબાણ કરવામાં આવ્યું હતું?

સવાલ તો ઊઠશે
આ દુર્ઘટના પર ઊભા થતા વિવિધ સવાલો પર અંગ્રેજી ન્યૂઝપેપર ‘ધ હિન્દુ’એ એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે. એ મુજબ 2 સપ્ટેમ્બર 2009ના રોજ આંધ્રપ્રદેશના ત્યારના મુખ્યમંત્રી વાય. એસ. રાજશેખરનું હેલિકોપ્ટર કર્નૂલની નજીક ક્રેશ થયું હતું. એ સમયે પણ હવામાન ખરાબ હતું. જોકે તેમ છતાં ઉડાન માટે પાયલોટ પર દબાણ કરવામાં આવ્યું હતું. પછીથી આ અંગે બેવાર તપાસ કરવામાં આવી હતી. એમાં સીબીઆઈ તપાસ પણ સામેલ હતી. જોકે પછીથી એમાંથી કોઈપણ પ્રકારની શીખ લેવામાં આવી નહોતી. અને આ પ્રકારનો ટ્રેન્ડ સતત ચાલુ રહ્યો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.