મધ્યપ્રદેશના છતરપુરમાં એક હસીના બે દીવાનાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જોગેન્દર સિંહ પેટ્રોલ પમ્પ સામે ગર્લફ્રેન્ડના ચક્કરમાં યુવકો વચ્ચે મારપીટ થઇ. ઉત્તર પ્રદેશના લખનૌના બે છોકરા પોત-પોતાની ગર્લફ્રેન્ડ સાથે બર્થડે ઉજવવા છતરપુર ગયા હતા. આ બંને છોકરીઓ માંથી એકનું ઉત્તર પ્રદેશના મહોબાના એક બીજા છોકરા સાથે પણ અફેર ચાલતું હતું.
જ્યારે મહોબાના છોકરાને ખબર પડી કે તેની ગર્લફ્રેન્ડ બીજા છોકરા સાથે ગઈ છે તો તે પણ તેની પાછળ ગયો અને છતરપુર પહોંચ્યો. તેણે અહીં રસ્તાની વચ્ચે ઘણું નાટક કર્યું. તેણે તેની ગર્લફ્રેન્ડ જે કારમાં જઈ રહી હતી તેને રોકી અને તેમાં બેઠેલા છોકરાઓ સાથે ઝપાઝપી શરૂ કરી. લડાઈમાં એક છોકરો ઘાયલ થયો હતો. તેના નાકમાં ઈજા થઈ છે. મહોબાના છોકરાએ હોસ્પિટલ અને પોલીસ ચોકીમાં પણ હંગામો મચાવ્યો હતો.
छतरपुर में गर्ल फ्रेंड के चक्कर मे 2 युवको ने जमकर किया हंगामा,2 युवको के साथ की मारपीट pic.twitter.com/mstjXbyZZu
— sunil upadhyay (@SunilKhajuraho) January 29, 2022
છોકરાએ અચાનક કાર પર હુમલો કર્યો
પોલીસે જણાવ્યું કે લખનૌના વૈભવ પિતા ચંદ્રપાલ સિંહ તેના મિત્ર સચિન તિવારીના જન્મદિવસની ઉજવણી કરવા છતરપુર આવ્યા હતા. તેમની સાથે મહોબાના રહેવાસી ચંચલ વર્મા અને રિયા સાહુ પણ હતા. સચિનના જન્મદિવસની ઉજવણી કર્યા પછી, જ્યારે આ ચાર લોકો કારમાં છતરપુર તરફ જઈ રહ્યા હતા, ત્યારે બસ સ્ટેન્ડ પાસે જોગીન્દર પેટ્રોલ પંપના ચોક પર બે છોકરાઓએ તેમની કારની આગળ બાઇક પાર્ક કરી હતી. બાઇક પર બેઠેલા વિકી સાહુએ કાર પર પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવને માથા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.વિકીએ કારમાં બેઠેલી ચંચલ વર્માને પણ વાળ પકડીને ખેંચી હતી. તેના હાથમાં પણ ઈજા થઈ હતી.ચંચલ વિકીની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે.
— sunil upadhyay (@SunilKhajuraho) January 29, 2022
મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના પછી તમામ ઈજાગ્રસ્તો જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. અહીં પણ હોબાળો ચાલી રહ્યો હતો. આ દરમિયાન યુવતીઓ તેમના મિત્રને છોડીને જિલ્લા હોસ્પિટલમાંથી ક્યાંક ચાલી ગઈ હતી. આ બાબતે સચિન તિવારીએ જણાવ્યું કે અમે બંને લખનૌથી જન્મદિવસની ઉજવણી કરવા આવ્યા હતા. બંને છોકરીઓ પણ અમારી સાથે હતી. વિકી બોલ્યા વગર મારવા લાગ્યો. તેણે કોઈપણ પોલીસ કાર્યવાહી કે ફરિયાદ નોંધાવવાનો ઈન્કાર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!