ભારે કરી / કેન્દ્ર સરકાર સસ્તા ઇલેક્ટ્રિક વાહન માટે પ્રોત્સાહન આપી રહી છે, જુઓ ત્યાં ગુજરાત સરકાર આ નિર્ણય લઈને આડોડાઈ કરી

ટોપ ન્યૂઝ ગુજરાત

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે લોકો ઇલેક્ટ્રિક બાઈક તરફ વળ્યાં છે. કેન્દ્ર સરકારે પણ લોકોના હિતમાં ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા પ્રોત્સાહન આપે છે અને ગુજરાત સરકાર અવનવા નિર્ણય લઈને લોકોને નાખુશ કરે છે.

જુઓ ગુજરાત સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને મોંઘાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાં પડશે. બીજી તરફ કોમર્શિયલ ઇ-વ્હીકલ માટે કેન્દ્ર દ્વારા અપાતી સબસીડી ચાલુ છે. મહત્વનું છે કે, એક તરફ કેન્દ્ર સરકાર ઇ-વ્હીકલ માટે પ્રોત્સાહક યોજના કાઢી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્ય સરકારે ગ્રાન્ટના બહાને વિદ્યાર્થીઓને મળતી સબસીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, સબસીડી ફરી ક્યારે ચાલુ થશે તે અંગે હજી સુધી કોઈ જાહેરાત કરાઈ નથી. વિદ્યાર્થી માટેનાં જ વાહનો પર સબસીડી કેમ બંધ કરાઈ તે અંગે શોરૂમ સંચાલકોને પણ સરકાર દ્વારા માહિતી અપાઈ નથી. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં દર મહિને 200 જેટલાં ટુ વ્હીલર વેચાતાં હોય છે.

હાલમાં પ્રદૂષણ ઘટાડવા માટે અને પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો દ્વારા હવે પ્રદુષણ રહિત સાધનોનો આવિષ્કાર કરવામાં આવી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ હવે વિકસાવવામાં આવી રહ્યા છે.

જેમાં ગુજરાત સરકાર પણ આ દિશામાં પગલાં ભરી રહી છે અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. અગાઉ થયેલ જાહેરાત મુજબ પ્રથમ બે લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર લોકો માટે મોટા પાયે સબસીડીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોટા પાયે સબસિડી મળી રહી છે. જો કે, ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે અપાતી ઈ-વ્હીકલ પરની સબસીડી બંધ કરતાં ઈ-વ્હીકલ મોંઘા થઈ ગયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.