ટીમ મોદી / ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત કેન્દ્ર સરકારની આવી કૅબિનેટ હશે, આ નામો પર વાગશે મહોર

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

જેની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી તે વાત પર હવે મહોર લાગવાની તૈયારી થઈ ગઈ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા મંત્રીમંડળની રૂપરેખા તૈયાર કરી નાખી છે, તો જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કોનો સમાવેશ થઈ શકે છે.

  • કેબિનેટમાં ભારતના ઇતિહાસમાં સૌથી વધુ યુવા નેતાઓ
  • જેમની શૈક્ષણિક લાયકાત સૌથી વધારે હશે
  • અનેક નેતાઓ જેઓ નવા મંત્રીમંડળમાં સામેલ થશે

PM મોદીની કેબીનેટ બેઠકમાં ફેરબદલ બુધવારે સાંજે 6 વાગ્યે કરવામાં આવશે. સાથે જ સૂત્રોના કહ્યા મુજબ PM મોદીની આ કેબિનેટમાં ભારતના ઇતિહાસમાં સૌથી વધુ યુવા નેતાઓ હશે. વધુમાં સૂત્રો દ્વારા એ પણ  માહિતી મળી છે કે ઉંમર પણ ઓછી હશે અને શૈક્ષણિક લાયકાત સૌથી વધારે હશે, જેમાં PHD, MBA, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ મંત્રીઓ હશે.

કેન્દ્રીય કેબિનેટમાં પરિવર્તનની ચહલપલહલ શરૂ થઈ ગઈ છે, નવા મંત્રીઓનું લિસ્ટ લગભગ બની ચૂક્યું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુરુવાર સુધીના બધા કાર્યક્રોમો રદ કરી દેવામાં આવ્યા છે, એવા અનેક નેતાઓ જેઓ નવા મંત્રીમંડળમાં સામેલ થવાની શક્યતા છે તેઓએ દિલ્લીની વાટ પકડી લીધી છે તો કેટલાક નેતાઓના ફોનની ઘંટડી વાગવા લાગી છે, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નારાયણ રાણેને દિલ્લીથી આમંત્રણ આવ્યું છે તો અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ પણ એક ફોન આવતા જ ગુવાહાટીથી  રાજધાની દિલ્લી રવાના થઈ ગયા હતા, બીજેપી ચીફ જેપી નડ્ડા હિમાચલથી પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે તો જ્યોતિરાદિત્ય સિંધિયા ઈન્દૌરથી દિલ્લી જવા રવાના થઈ ગયા છે

આપને જણાવી દઈએ કે, વર્તમાન મંત્રીમંડળમાં કુલ 53 મંત્રી છે, નિયમ અનુસાર તેમાં  મંત્રીઓની સંખ્યા વધુમાં વધુ 81 થઈ શકે છે, આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાંથી વધારે નામ જોવા મળે તો નવાઈ નહી

જ્યોતિરાદિત્ય સિંઘિયા
તો આવો એક નજર એ નામ પર કરી લઈએ  જે મંત્રીમંડળમાં જગ્યા બનાવવાની રેસમાં સૌથી વધારે શક્યતા ધરાવે છે, જ્યોતિરાદિત્ય સિંઘિયાનું નામ મંત્રીમંડળના વિસ્તારની ધીમી આહટ સાથે જ સંભળાઈ રહ્યું હતુ, કારણ એ છે કે, સિંઘિયાએ મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર પાડવામાં અને પછી પેટા ચૂંટણી જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી, તેના ફળ સ્વરૂપ તેમને કેન્દ્રીયમંત્રીની ખુરશી મળી શકે છે.

સર્વાનંદ સોનોવાલે
તો આ તરફ સર્વાનંદ સોનોવાલે હિમંતા બિસ્વા સરમા માટે મુખ્યમંત્રીનું પદ છોડી દીધું હતું, ત્યારથી જ એ વાતની અટકળ લગાવવામાં આવી રહી હતી કે, તેમને દિલ્લી મોકલવામાં આવી શકે છે, તેનું કારણ બીજું એ પણ છે કે, ભાજપ સરકાર અસમમાં મોટામાથાઓ વચ્ચે ખેંચતાણ સર્જવા માગતી નથી, સોનોવાલ રાજ્યસભા દ્વારા સંસદમાં સળતાથી પહોંચી શકે તેમ છે.

વરુણ ગાંધી
તો આ તરફ પોતાના આક્રમક તેવર માટે જાણીતા વરુણ ગાંધીને પણ કેન્દ્રીય કેબિનેટમાં જગા મળી શકે છે કારણ કે, વરુણ ગાંધી ઉત્તરપ્રદેશના પીલીભીતથી સાંસદ છે, યુપીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેના કારણે યુપીના કોટાથી વરુણ ગાંધીને મોદીમંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે

પશુપતિ પારસ
જો  વાત બિહારની કરીએ તો ગયા વર્ષે લોક જનશક્તિના સંસ્થાપક રામવિલાસ પાસવાનનું નિધન થઈ ગયું હતું, હાલ LJP બે જૂથમાં વહેંચાઈ ગઈ છે, એક જૂથ રામવિલાસના ભાઈ પશુપતિ પારસ સાથે છે તો બીજું જૂથ રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાન સાથે છે, એવી ચર્ચા છે કે, ચિરાગના બદલે પશુપતિ પારસને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે

ભૂપેન્દ્ર યાદવ
તો રાજસ્થાનમાં જન્મેલા પરંતુ બિહારમાં પોતાના કામણ પાથરનારા ભૂપેન્દ્ર યાદવને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.

દિનેશ ત્રિવેદી
તો એક નામ પશ્ચિમબંગાળથી પણ ચર્ચાઈ રહ્યું છે, પ્રધાનમંત્રી મનમોહનસિંહના બીજાકાર્યકાળમાં રેલમંત્રી રહેલા દિનેશ ત્રિવેદીને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી શકે છે.

સ્વતંત્ર દેવ સિંહ
તો બીજી તરફ આગામી વર્ષે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે, સૌથી વધારે 80 લોકસભા સીટો વાળા આ રાજ્યમાંથી ત્રણ ચાર નેતા મંત્રી બની શકે છે

કયા કયા મંત્રીઓનું કદ ઘટી શકે ?

પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિતિન ગડકરી, ડો હર્ષવર્ધન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને હરદીપ સિંહ પુરી આ વખતે મંત્રાલય છોડે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં 81 સદસ્ય થઈ શકે છે. હાલ 53 મંત્રી છે. એટલે કે નવા 28 મંત્રીઓને મંત્રિમંડળમાં જોડવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.