ભારે કરી / ટ્રેનની બદલે પ્લેનમાં ચડી ગયો ફેરિયા વાળો, જુઓ અનોખા અંદાજમાં વેચવા લાગ્યો સમાન : જુઓ વાઇરલ વિડિઓ

અજબ ગજબ

ટ્રેન અને બસમાં તમારી મુસાફરી દરમિયાન બધાએ ફેરિયાઓને સામાન વેચતા જોયા હશે. પરંતુ જો કોઈ ફેરિયાવાળો પ્લેનમાં સામાન વેચતો જોવા મળે તો ? હા, તમે તે બિલકુલ સાચું વાંચ્યું છે. સોશિયલ મીડિયાની ‘દુનિયા’માં આ દિવસોમાં આવો જ એક વીડિયોએ લોકોને ચોંકાવી રહ્યો છે. ( વિડિઓ નીચે આપેલો છે )

વાસ્તવમાં, વાયરલ ક્લિપમાં,એક ફેરિયાવાળો પ્લેનમાં સામાન વેચતો જોવા મળે છે. હવે તમે વિચારતા જ હશો કે આવું કઈ રીતે થઈ શકે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ફ્લાઈટની અંદર સામાન વેચી રહ્યો છે. એક ક્ષણ માટે તમે પણ વિચારતા હશો કે પ્લેનની અંદર કોઈ વ્યક્તિ આવો સામાન કેવી રીતે વેચી શકે છે.

અમે તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ કોઈ ફેરીવાળો નથી, પરંતુ તેના પરિવાર સાથે મસ્તીના મૂડમાં છે અને તેમને હસાવવા માટે ફેરિયાની જેમ એક્ટિંગ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફની વીડિયો bjbala_kpy નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

1 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચાવી રહ્યો છે. આ વીડિયોને લોકો કેટલો પસંદ કરી રહ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લગભગ 4 લાખ લોકોએ તેને લાઈક કર્યો છે. ત્યારે વીડિયોને 35 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ સંખ્યા સતત વધી રહી છે. આ સિવાય ઘણા લોકોએ આના પર પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, આ વ્યક્તિ અદ્ભુત છે. વીડિયો જોઈને હસતા હસતા પેટ દુખે છે. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, બાલા જ્યાં પણ જાય છે, તે આ રીતે મજા કરે છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ભાઈ તમારી સ્ટાઈલ ખૂબ જ જોરદાર હતી. એકંદરે, છોકરાનો આ વીડિયો નેટીઝન્સનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bj Bala (@bjbala_kpy)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *