કિંજલ દવેના ડાયરામાં ધબાધબી બોલી / પાટણમાં કિંજલ દવેના ડાયરામાં ખુરશીઓ ઉછળતા ભાગદોડ મચી, કિંજલ દવે પણ આશ્ચર્યચકિત થઇ ગઈ : જુઓ વિડિઓ

ગુજરાત

હાલમાં જ કિંજલ દવે અમેરિકા અને દુબઈના પ્રવાસ થી પરત ફરી છે. અને હવે ઉનાળાની સીઝન એટલે ડાયરાની સીઝન. ત્યારે હાલમાં જ પાટણના રાધનપુરમાં કિંજલ દવેનો ડાયરો યોજાયો હતો. જેમાં ડાયરામાં એકાએક કેટલાંક અસામાજીક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. કિંજલ દવેનો ડાયરો સાંભળવા માટે આવેલા લોકોએ ચાલુ ડાયરે ધમાલ મચાવી હતી.

અચાનક જ ડાયરામાં બબાલ થતાં કેટલાંક અસામાજીક તત્વોએ જાહેરમાં ખુરશીઓ ઉછાળી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રાધનપુર હિંમત વિદ્યાનગર અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે ડાયરાનું આયોજન કરાયું હતું, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર દ્વારા આ ડાયરાનું જે આયોજન કરાયું હતું.

ડાયરામાં કિંજલ દવેના જે ગીત ચાલુ થયા હતા ત્યાર બાદ જે અસામાજીક તત્વો હતા તેઓએ રિતસરની કાર્યક્રમમાં પ્લાસ્ટિકની ખુરશીઓ ઉછાળી હતી. તેઓએ ડાયરાની મજા બગાડવાની કોશિશ કરી હતી. બીજી બાજુ સાબરકાંઠાના હિંમતનગરના ઝાલા નગરમાં રાજભા ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. જેમાં પૈસાનો વરસાદ કરાયો હતો.

રાજભા ગઢવીના લોકડાયરામાં લોકોએ પૈસાનો વરસાદ કર્યો હતો. ખોડિયાર માતાજીના પ્રથમ પાટોત્સવમાં લોકડાયરો યોજાયો હતો. રાજભા ગઢવીના લોકડાયરામાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/3K7xfnwocGQ )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.