જંગલનો રાજા કોણ સિંહ કે કૂતરું? / કૂતરાએ સિંહ સામે ફેંક્યો પડકાર, જુઓ પોતાના ગલૂડિયાને સિંહનો શિકાર થતા બચાવવા કર્યું એવું કે તમે વિચારશો આમાં રાજા કોણ છે : VIDEO

ગુજરાત ટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામા સિંહો એવી રીતે આંટાફેરા મારતા હોય, જાણે રસ્તે રખડતા કૂતરા હોય. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સિંહો (lions) રાત્રે રખડવા નીકળે તો કૂતરાઓ પણ ગલીઓમાં છૂપાઈ જાય છે. ક્યાંક સિંહનો શિકાર ન થઈ જવાય તે બીકે કૂતરાઓ પણ લપાઈ જાય છે. આવામાં એક રસપ્રદ વીડિયો સામે આવ્યો છે. અમરેલીની ગલીઓમાં એક રોચક કિસ્સો બન્યો હતો. જેમાં એક શ્વાને પોતાના ગલૂડિયાના બચવવા ડાલામથ્થાને પડકાર ફેંક્યો હતો. જેનો વીડિયો (Video) સામે આવ્યો છે.

બગસરાની ગલીઓમાં સિંહોનું ફરવુ બહુ જ સામાન્ય વાત છે. અહી રાત્રે ગલીઓમાં સિંહોના આંટાફેરા રહેતા હોય છે. ત્યારે હાલ એક ઘટના બની હતી. લુંધીયા ગામે રાત્રિના સમયે સિંહો આવી ચઢ્યા હતા. બે સિંહોની જોડી ગામમાં આવી ચઢતા એક શ્વાન ચોંકી ગયો હતો. કારણ કે, તેની પાસે બે ગલૂડિયા હતા. શ્વાને નજીક આવી ગયેલા સિંહોને પડકાર ફેંક્યો હતો. જેથી તેના બચ્ચા ભાગવામાં સફળ રહ્યા હતા.

આ બાદ સિંહોએ શ્વાનનો પીછો કર્યો હતો, પરંતુ ત્યા સુધી તે પણ દોડીને જીવ બચાવવા સફળ રહ્યો હતો. ગામના ફળિયામાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સિંહ જો પાછો ફરીને આવ્યો પરંતુ શ્વાન ત્યાં સુધીમાં ભાગવામાં સફળ રહ્યા અને ગલુડિયાનો જીવ બચી ગયો. જો શ્વાને સિંહ સામે પડકાર ન ફેંક્યો હોત તો બે માસુમ ગલુડિયાનો સિંહના ભૂખ નો શિકાર બની જાત.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1478565153792659457 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.