ગુજરાત યુનિવર્સિટી પાસે ખાણી-પીણીની અનેક લારી ઊભી રહે છે, જેમાં એક ઉંમરલાયક વ્યક્તિ પણ લારી લઈને એ પટ્ટામાં આંટા મારે છે. આ 60 વર્ષીય વ્યક્તિનું નામ જોની અંકલ છે. જોની અંકલ 1990થી ગુજરાત યુનિવર્સિટી આસપાસ ફરીને ચણા જોર ગરમ વેચીને ધંધો કરે છે. મૂળ યુપી(ઉત્તરપ્રદેશ)થી જોની અંકલ અમદાવાદ વેપાર કરવા માટે આવ્યા હતા અને પોતાની લારી શરૂ કરી હતી. આજે પણ તેઓ એ જ લારી ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.
વિદ્યાર્થીઓ પાસેથી અંગ્રેજી શીખ્યા
જોની અંકલ શરૂઆતમાં હિન્દી ભાષામાં વાત કરીને ચણા જોર ગરમ વેચતા. યુનિવર્સિટી હોવાથી આખો દિવસ વિદ્યાર્થીઓની જ અવરજવર રહેતી હોય છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ઈંગ્લિશમાં પણ વાત કરતા હતા, પરંતુ જોની અંકલ ઈંગ્લિશ સમજતા નહોતા. સમય જતાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ પાસે ઊભા રહી રેગ્યુલર વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહેતા જોની અંકલે પણ થોડું ઈંગ્લિશ શીખી લીધું હતું. ક્યારેય સ્કૂલે ન ગયેલા જોની અંકલ આજે કડકડાટ ઈંગ્લિશ બોલીને પોતાનો વેપાર ચલાવી રહ્યા છે.
ડાયલોગ પણ બોલતા રહે છે
જોની અંકલ સવારે 11 વાગ્યે પોતાની લારી લઈને યુનિવર્સિટી સામે આવે છે. ગ્રાહક જોઈને તેઓ જોની જોની યસ પાપા..ઇટિંગ શુગર નો પાપા..થોડા થોડા ખાને કા ટેન્શન કાઈ કો લેને કા.. ડાયલોગ બોલી ગ્રાહકોને આવકારે છે. બાદમાં ગ્રાહક આવે ત્યારે ચણા જોર આપતાં પહેલાં વિથ ઓનિયન ઓર વિધાઉટ ઓનિયન, રેગ્યુલર ઓર સ્પાઈસી અને ઓરિયેન્ટેડ ચિલી એવું ઈંગ્લિશમાં જ પૂછે છે.. નેવેર કોમ્પરોમાઇઝ ઇન ક્વોલિટી સર.. અને વેરી વેરી ટેસ્ટી.. કહીને ચણા જોર ગરમનું પેકેટ બનાવીને વિદ્યાર્થી ગ્રાહકોને આપે છે.
સતત ખુશ મિજાજમાં રહે છે
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કહ્યું હતું કે જોની અંકલ સતત ખુશ મિજાજમાં રહેતા હોય છે. તેમના ચહેરા પર ઉદાસી જોવા મળતી નથી. નાનું કામ કરે છે, પરંતુ તેમને જોઈને મારા જેવા ઘણા વિદ્યાર્થીઓને પણ મોટિવેશન મળી રહેતું હોય છે. તેઓ ભલે સ્કૂલની અંદર ન ગયા હોય, પરંતુ જીવન ઘડતરના ઘણા પાઠ શીખ્યા છે. શાનથી જીવવાની એ પ્રેરણા આપતા રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!