Chanakya Niti/ આચાર્ય ચાણક્યની આ ચાર વાત હંમેશા રાખો યાદ, ભવિષ્યની તમામ સમસ્યાથી બચાવમાં આવશે કામ

ટોપ ન્યૂઝ લાઇફસ્ટાઇલ

જે વ્યક્તિ દૂરદર્શી હોય છે, તે નાના-નાના કામોને પણ ખુબ સાવધાની પૂર્વક કરે છે કારણ કે એને સારી રીતે ખબર હોય છે કે નાની-નાની ભૂલ જ મોટી સમસ્યાનું કારણ બની શકે છે. આચાર્ય ચાણક્ય પણ એવા જ લોકોમાંથી હતા, જે પહેલા જ સ્થિતિની આકલન કરી લેતા હતા અને એના હિસાબે રણનીતિ તૈયાર કરતા હતા.

આચાર્ય ચાણક્યની દૂરદર્શિતા અને બુદ્ધિ કૌશલ્યએ જ એક સાધારણ બાળકને સમ્રાટ બનાવ્યો હતો. પોતાના જીવન દરમિયાન તમામ ક્ષેત્રોમાં આચાર્ય ચાણક્યએ જે શીખ્યું સમજ્યું અને ચાણક્ય નીતિ ગ્રંથ દ્વારા લોકો સાથે શેર કર્યું, જેથી લોકો એમના અનુભવથી શીખી શકે કે સમસ્યાઓને આવવા પહેલા કેવી રીતે રોકી શકાય. અહીં જાણીએ ચાર એવી વાત જેનું ધ્યાન રાખી આપણે સમસ્યાથી બચી શકીએ છે.

શું કહે છે આચાર્ય ચાણક્ય

दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं जलं पिबेत्
सत्यपूतं वदेद्वाचं मनः पूतं समाचरेत्…”

 

આ સ્લોક દ્વારા આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ નીચે જોઈ પગ મુકવો જોઈએ. જે લોકો એવું નથી કરતા, એવા લોકો દુર્ઘટનાની ચપેટમાં આવવાની આશંકા રહે છે. એ લોકો મુસીબતને જાતે આમંત્રણ આપે છે.

જો શરીરને સ્વસ્થ રાખે છે તો પાણીની સ્વસ્થતાનું પણ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. એના માટે પાણીને હંમેશા કપડામાં ગાળીને પીવો. પહેલાના સમયમાં કુવા માંથી પાણી આવતું હતું, એટલા માટે ત્યારના હિસાબે કપડામાં છાણવાની વાત કહેવામાં આવી છે. આજના જમાનામાં તો બધા પાસે પાણી સ્વસ્થ કરવાનું સાધન છે, પરંતુ આચાર્યની વાત આજે પણ સાચી સાબિત થાય છે.

કોઈ પણ કામને પુરા માંથી કરવા એટલે કામને કરતી સમયે દરેક રીતે વિચારવું, સમજવું અને નિષ્કર્ષ સુધી પહોંચવું. આ રીતે દરેક પોતાની બુદ્ધિનો સારી રીતે ઉપયોગ કરી નિર્ણય કરે.

જો વ્યક્તિ ખોટું બોલે છે, તે એકના એક દિવસે મુશ્કેલીમાં જરૂર ફસાય છે કારણ કે એ છુપાવવા માટે બીજું ઘણું ખોટું બોલવું પડે છે. માટે કોઈ પણ કારણે ખોટાનો સહારો ન લેવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *