‘ક્રાઇમ સીટી’ સુરત / હજી ‘ગ્રીષ્મા’ની સાહી સુકાઈ નથી ત્યાં સુરતના રાંદેરમાં ચંન્દ્રશેખર આઝાદ બ્રીજ પર યુવકને ચપ્પુના ઘા જીકીને મોતને ઘાટ ઉતાર્યો, જુઓ કઈ રીતે હુમલાખોરો હુમલો કરી છુમંતર થયા

ટોપ ન્યૂઝ સુરત

કારમાં આવેલા ઈસમોએ યુવકના મોપેડને ટક્કર મારી હત્યા કરી નાસી ગયા

સુરતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. એક હત્યાની શાહી ન સૂકાઈ ત્યાં બીજી હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. એક તરફી પ્રેમમાં યુવકે યુવતીની પરિવાર સામે ગળું કાપી હત્યા કર્યાના બીજા જ દિવસે રાંદેરના ચંન્દ્રશેખર આઝાદ બ્રિજ પર યુવકની હત્યા કરવામાં આવી છે. મોપેડ પર પરિવારને લઈને નીકળેલા જુનેદ પઠાણની પીઠમાં ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકીને પરિવાર સામે જ હત્યા કરતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયું હતું.હાલ સમગ્ર ઘટનાની પોલીસ તપાસ હાથ ધરી છે.

ટક્કરથી પરિવાર પડી ગયું પોલીસે જણાવ્યું હતું કે, મરનાર નું નામ જુનેદ ગફુરખામ પઠાણ (ઉ.વ. 37) હોવાનું સામે આવ્યું છે. જુનેદ રાંદેર મોટી મસ્જિદ પાસેથી મોપેડ પર સવાર થઈ શાહપોર વાડ જવા નીકળ્યો હતો. જોકે ચંન્દ્રશેખર આઝાદ બ્રીજ પર જ અજાણ્યા કાર ચાલકે જુનેદની મોપેડને પાછળથી ટક્કર મારતા આખું પરિવાર રોડ ઉપર પડી ગયું હતું. જેનો લાભ લઇ કારમાં આવેલા હુમલાખોરોએ જુનેદ પર તૂટી પડ્યા હતા. માસૂમ બાળકો અને પત્નીની નજર સામે જુનેદને ઘા મારી પીઠમાંથી ઘુસાડેલું ચપ્પુ છાતીમાંથી બહાર કાઢી શરીરમાં જ છોડીને જતા રહ્યા હતા.

રવિવારની રજા હોવાથી યુવક જુનેદ પઠાણ તેના પરિવારને લઈને બહાર નીકળ્યો હતો. મોપેડ પર પરિવાર સાથે નીકળેલા યુવકના મોપેડને પાછળથી કારમાં આવેલા ઈસમોએ ટક્કર મારીને પાડી દીધો હતો. બાદમાં ઉપરા છાપરી ચપ્પુ લઈને હત્યારાઓ તૂટી પડ્યાં હતાં. યુવકને લોહીના ખાબોચીયામાં પાડી દઈને કારમાં આવેલા હત્યાના આરોપીઓ નાસી ગયાં હતાં.

ચંન્દ્રશેખર આઝાદ બ્રીજ પર પરિવારની સામે જ જુનેદની પીઠમાંથી છાતી સોંસરવું ચપ્પુ આરોપીઓએ કાઢ્યું હતું. બાદમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે તબિબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. હાલ યુવકના પરિવારમાં શોક ફેલાયો છે. હોસ્પિટલ પરિસરમાં કલ્પાંત પરિવારે કર્યો હતો. યુવકની હત્યા કયા કારણે કરવામાં આવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *