મધ્ય પ્રદેશના રતલામમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને શિક્ષક દ્વારા બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. શિક્ષકે વિદ્યાર્થિનીઓને ગણતરી બોલવા માટે નજીક બોલાવી હતી, જ્યારે તે 35ની આગળની ગણતરી બોલી ન શકી ત્યારે તેઓએ તેમને થપ્પડો મારવાની શરૂ કરી હતી.
પીડિત બંને વિદ્યાર્થીનીઓની ઉંમર 8 થી 9 વર્ષની છે. મારપીટના 2 વીડિયો સામે આવ્યા છે. વર્ગમાં 12 થી 15 છોકરીઓ દેખાય છે. વીડિયો વાયરલ થયા બાદ અધિકારીઓ શિક્ષક સામે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. અહીં, શિક્ષક કહે છે કે મેં જાણી જોઈને કે કોઈ વેર-ભાવની ભાવનાથી માર માર્યો નથી.
આ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે. પીપલોડાના BEO શક્તિ સિંહ પરિહાર અને BRC વિનોદ શર્માએ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે માર મારનાર શિક્ષક જાવરા નજીકના ગામ મામતખેડા સરકારી કન્યા પ્રાથમિક શાળાના જે કે મોગરા છે.
એસડીએમ હિમાંશુ પ્રજાપતિએ કહ્યું કે, વીડિયો ક્યારનો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ મહિમા અને શિવાંશીની તપાસ કરવા માટે આવેલા બીઈઓને કહ્યું કે, 35થી આગળ ગણતરી આવડતી ન હતી. તેથી જ સાહેબે તેમને માર માર્યો હતો.
મહિમાના પિતા રામેશ્વર માલવિયાએ જણાવ્યું કે અમને પાછળથી ખબર પડી કે સરે આ રીતે માર માર્યો છે. ભણે નહિ તો ડરાવી ખીજાવું તે બરાબર છે, પણ આ રીતે મારવું ખોટું છે. અમે આ અંગે ફરિયાદ પણ કરીશું.
પીપલોડાના બીઇઓ શક્તિસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે તેઓ યુવતીઓ અને સ્ટાફના નિવેદનો લીધા બાદ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. સોમવારે વરિષ્ઠ અધિકારીઓ અને એસડીએમને રિપોર્ટ મોકલશે, ત્યાંથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!