પવિત્ર શ્રાવણ માસમાં શિવજીનાં આ 11 મંત્રનો કરો જાપ, તમારા દિલમાં દબાયેલી ઈચ્છાઓ માત્ર 48 કલાકમાં થઈ જશે પૂર્ણ, જાણો આ ચમત્કાર વિષે

ધર્મ

ગુજરાત રાજ્યમાં ભગવાન શંકરના ઠેર ઠેર મંદિરો આવેલા છે. દરેક માણસ પોતાની શ્રદ્ધા પ્રમાણે અલગ અલગ મંદિરે ભગવાનના દર્શન માટે જતા હોય છે. દેવી દેવતાઓમાં શ્રદ્ધા રાખવાવાળા લોકો બહુ જ છે. જુદા જુદા મંદિરોમાં અલગ અલગ ભગવાનની મૂર્તિઓ ની સ્થાપના કરેલી હોય છે.

પોતાની શ્રધ્ધા પ્રમાણે મંદિરમાં દરેક દર્શનાર્થીઓ દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે. શ્રાવણ મહિનો શરૂ થતાં જ  મહાદેવના ભક્તો તેમના દર્શન કરવા માટે મંદિરો માં મોટી સંખ્યામાં પોહચી જાય છે અને તેમની પૂજા અર્ચના કરે છે. મહાદેવના દર્શન માત્રથી આપના જીવનના બધા જ દુઃખો દૂર થઈ જાય છે. ભગવાન શંકરમાં માનવાવાળા લોકોની સંખ્યા ખૂબ જ છે.

શ્રાવણ માસમાં દેશના બધા મહાદેવ ના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારના દિવસે ભોલે ભંડારીનાં દર્શન અને પુજા અર્ચના માટે જ્યોતિર્લિંગો તથા શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. સ્ત્રીઓ તથા ખાસ કરીને કુંવારી યુવતીઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શંકર સાથે સંબંધિત વ્રત પાળે છે.

શ્રાવણીયા સોમવારના દિવસે શિવલિંગની પુજા કર્યા બાદ ભગવાન શંકર ના આ 11 ચમત્કારિક  મંત્રનો જાપ કરવો જોઈએ. તેના માટે તમારે રુદ્રાક્ષની માળા સાથે લઈને મંદિરમાં બેસીને મંત્ર જાપ કરવો જોઈએ. તો ચાલો અમે તમને ભગવાન શંકર ના  આ 11 નામ મંત્રો જણાવીએ.

ૐ અઘોરાય નમઃ । ૐ પશુપતયે નમઃ । ૐ શર્વાય નમઃ । ૐ વિરૂપાક્ષાય નમઃ । ૐ વિશ્વરૂપીણે નમઃ । ૐ ત્રંબકાય નમઃ । ૐ કપર્દીને નમઃ । ૐ ભૈરવાય નમઃ । ૐ શુલપણાયે નમઃ । ૐ ઇશાનાય નમઃ । ૐ મહેશ્વરાય નમઃ

તમારે ભગવાન શંકરની પૂજા અર્ચના કરતા સમયે એ ધ્યાન રાખવાનું છે કે એક સાથે બધા મંત્રોની જાપ કરવો નહીં. એક પછી એક મંત્ર નો સાચા મનથી જાપ કરવાથી ભગવાન ભોલેનાથ તમારા પર પ્રસન્ન થઈ ને તમારી મનોકામના પૂર્ણ કરશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *