અત્યારે જ કરો / ગુરુવારના દિવસે કરો સાઈબાબાના આ વિશેષ મંત્રનો જાપ, તમારા કિસ્મતના દરવાજા ખુલી જશે

ધર્મ

હિન્દૂ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી કે દેવતા ને સમર્પિત હોય છે. તેવી જ રીતે સાંઈ બાબાની વિશેષ પૂજાનો દિવસ ગુરુવાર હોય છે. આ દિવસે ભક્તો સાંઈ બાબાના મંદિરમાં જઈને તેમના દર્શન કરીને મનોકામના માંગતા હોય છે. તમે સાઈ બાબાના મંદિરમાં જઈને તેમના આ વિશેષ મંત્રોનો જાપ કરો તો તમારુ જીવન સુખ અને ખુશીઓથી ભરાઈ જાય છે.

સાંઈ બાબાના આ મંત્ર ભક્તોને નિરાશા, કષ્ટ અને નકારાત્મક શક્તિઓથી દૂર રાખે છે. આ મંત્રોના ઉચ્ચારણથી વ્યક્તિના મન એન્ડ મગજમાં સકારાત્મક ઉર્જા અને શક્તિનો સંચાર થાય છે. સાથે જ તેને કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની તાકાત મળે છે. ગુરુવારનો દિવસ ગુરુનો હોય છે અને તેઓ સ્વયં ગુરુ છે. આ જ કારણે આ દિવસે તેમની પૂજા કરવાથી ભક્તોના કષ્ટ દૂર થાય છે.

ॐ સર્વજ્ઞા સર્વ દેવતા સ્વરૂપ અવતારા । ॐ સાંઈ નમો નમઃ શ્રી સાંઈ નમો નમઃ સદ્ગુરુ સાંઈ નમો નમઃ । ॐ અજર અમરાય નમઃ । ॐ માલિકાય નમઃ । ॐ સર્વદેવાય રૂપાય નમઃ । ॐ શિરડી વાસાય વિદ્મહે સચ્ચિદાનંદાય ધીમહિ તન્નો સાંઈ પ્રયોદયાત । ॐ સાંઈ ગુરુદેવાય નમઃ । ॐ સાંઈ દેવાય નમઃ । ॐ શિરડી દેવાય નમઃ । ॐ સમાધિદેવાય નમઃ

સાંઈ બાબાએ કહ્યું હતું કે ‘સબકા માલિક એક’. સાંઈ બાબા એ પોતાના ભક્તોને કહ્યું હતું કે ઈશ્વરને પામવાનો, તેમના શરણે જવાનો દરેકનો માર્ગ અલગ અલગ હોઈ શકે છે પરંતુ લોકો જેને પામવા માગે છે તે બધા ભગવાન તો એક જ છે.

સાંઈ બાબા દરેક ધર્મના લોકોને પોતાના માનતા હતા અને એટલે જ દરેક ધર્મના લોકો તેમના ભક્ત છે. ભક્તો પોતાની માનતાઓ પુરી કરવા માટે ગુરુવારના રોજ ઉપવાસ પન રાખે છે અને તેમના મંદિરે પગપાળા પણ જાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.