BREAKING NEWS / ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુંમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર અને લગાવ્યા કડક નિયંત્રણો : જાણો શું રહેશે ચાલુ અને બંધ?

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્યમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં હવે કડક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવી ગાઈડલાઈન પ્રમાણે નાઈટ કર્ફ્યૂનો સમય હવે રાત્રે 10 થી સવારે 6 સુધીનો કરી નાખવામાં આવ્યો છે

રજ્યમાં કોરોના(Corona)એ ધીમે ધીમે માથું ઉચક્યું છે. સાથે ઓમિક્રોન(Omicron)ના કેસોમાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં ગુજરાત સરકાર આ મહામારી સામે લડવા કેટલી સજ્જ છે તે તો આવનારો સમય જ બતાવી શકશે. રાજ્યમાં દિવસેને દિવસે ઢગલાબંધ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

આઠ મહાનગરોમાં કર્ફ્યું લંબાવાયો, 31 તારીખ સુધી ધોરણ 1 થી 9 નું ઓફલાઈન શિક્ષણ બંધ,

છેલ્લા થોડાક દિવસથી કોરોનાના કેસનો સતત રાફડો ફાટી રહ્યો છે જેને લઇને રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી રહી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી છે જેમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અંગેની તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સુરત પ્રભારી મંત્રી કનુ દેસાઈએ કોરોનાને લઇ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેઓએ કહ્યું કે અત્યારે લોકડાઉન નહીં લગાવવામાં આવે. સુરતમાં જે તૈયારી કરાઇ છે તેની સમીક્ષા કરવામાં આવી છે. હાલમાં તો બધા ઓક્સિજન પ્લાન્ટ ચાલું છે અને હોસ્પિટલોમાં દવા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આંશિક લોકડાઉન લગાવવાનો સરકારનો કોઈ વિચાર નથી.

ગુજરાતમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો આવતા રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. નાઈટ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. કોરોનાના અન્ય નિયંત્રણોમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ સુધી રાજ્યમાં રાત્રે 11 થી 5 સુધીનો રાત્રી કર્ફ્યૂ અમલી હતો જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.રેસ્ટોરન્ટ 70% ક્ષમતા રાખી જ ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.રાજ્ય ભરની શાળાઓમાં ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાનો મોટો નિર્ણય કરવામા આવ્યો છે.

કોર કમિટી બેઠક બાદ રાજ્યમાં નવા નિયંત્રણો
આજે શુક્રવારે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જો અધિકારીઑની વાત કરીએ તો ચિફ પ્રિન્સિપાલ સેક્રેટરી, મુખ્ય સચિવ. રાજ્ય પોલીસ વડા અધિક મુખ્ય સચિવ જેવા ટોચના અધિકારી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા

સરકારી તમામ કાર્યક્રમ હાલ રદ્દ
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરકારે વાયબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.તથા અમદાવાદ મનપા દ્વારા પણ ફલાવર શો તથા પતંગોત્સવ સહિતના જાહેર કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.સુરત મનપાએ પણ કાઈટ ફેસ્ટિવલ રદ્દ કરવાનો આજે નિર્ણય લીધો છે.

ગુજરાત હાઈકોર્ટે પણ લીધો મહત્વનો નિર્ણય
રાજ્યમાં કોરોના સંક્રમણને પગલે સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે વર્ચ્યુઅલ સુનાવણી થશે. સોમવારથી કોર્ટ કેમ્પસમાં સ્ટાફ સિવાયના લોકોનો પ્રવેશબંધી કરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે.

મુખ્યમંત્રીએ 8 જિલ્લાના કલેકટર સાથે બેઠક કરી
ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈને મુખ્યમંત્રી તાબતોબ 8 જિલ્લાના કલેકટર સાથે CMની બેઠક કરી હતી. આ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના સંક્રમણને રોકવા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

અમદાવાદ DEO કચેરીએ વહીવટી કામગીરી ઓનલાઈન કરી
કોરોનાને લઈને અમદાવાદ શહેર DEO કચેરીએ પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરની શાળાઓની વહીવટી કામગીરી ઓનલાઇન કરી નાખવામાં આવી છે. હવે વાલીની ફરિયાદ પણ ઓનલાઇન ઈ-મેલથી જ સ્વીકારાશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.અમદાવાદ શહેરની 2 હજાર જેટલી શાળાઓમાં આ નિર્ણય લાગુ પડશે.

ગુરુવારે રાજ્યમાં આવેલા કોરોના કેસ
ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે.આજે 5.01 લાખ લોકોને વેક્સિન આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 9.23 કરોડ વેક્સિનના ડોઝઅપાઈ ચૂક્યા છે.તમામ આરોગ્ય અધિકારીઑ અને કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાખવામાં આવી છે.કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

———————————————————————————————————

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.