કેમ આવું? / રાત પડતાં જ કેમ ખાલી કરી દેવાય છે ચોટીલા પર્વત? કેમ નથી કરી શકાતું ત્યાં રાત્રિરોકાણ? આ મંદિરનું અદ્દભુત રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો

ધર્મ

ભારતમાં દર કિલોમીટરે તમને કોઈને કોઈ દેવી દેવતાનું મંદિર જોવા મળી જ જશે. લોકો પોતાની શ્રધ્ધા પ્રમાણે દેવી દેવતાની પૂજા અર્ચના કરતા હોય છે. ગુજરાતમાં પણ દેવી દેવતાઓના ઘણા વિશાળ અને ચમત્કારી મંદિરો આવેલા છે. જે દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત છે.

ગુજરાત રાજ્યના સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલુ ચોટીલા ધામ ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે. અહીયા 64 જોગણી માના એક અવતાર એવા ચામુંડા મા બિરાજમાન છે. માં ચામુંડા એક હજાર એક સો તોતેર (1173) ફૂટ ની ઊંચાઇ પર બિરાજમાન છે. ચામુંડા મા હિંદુઓના કુળદેવી છે.

માં ચામુંડા ના ચોટીલા ધામમાં પૂનમના દિવસે ભક્તોના ટોળા ઉમટી પડે છે કે પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. આખા ગુજરાતમાં ક્યાંય ક્યાંયથી લોકો માતાજીના દર્શન કરવા માટે ચોટીલા મંદિરમાં આવે છે. મંદિરમાં અંદાજિત એક હજાર જેટલા પગથિયા ચઢીને જઇએ ત્યારે ચામુંડા માતાજીના દર્શન થાય છે.

ડુંગરની ટોચ પર માતાજીનું સ્થાન આવેલું છે. ચોટીલા માં આવેલ ચામુંડા માતાજીના મંદિર સાથે કેટલીક દંતકથા સંકળાયેલી છે , ચાલો તે જાણીએ. એક દંતકથા મુજબ હજારો વર્ષો પહેલા જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા. આ બંને રાક્ષસોએ લોકોનું જીવવુ હરામ કરી નાંખ્ય હતું અને લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા હતા.

પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. રાક્ષસો તપ કરવા બેઠેલા ઋષિ મુનિઓને પણ ખૂબ ત્રાસ આપતા અને તેમના કુંડ ને અપવિત્ર કરી દે તા હતા. એક દિવસ બધા લોકો અને ઋષિ મુનિઓએ ભેગા થઇને આ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરુ કરી દીધુ હતું.

ઋષિ મુનિઓએ યજ્ઞ કરીને માતાજીનુ આહ્વાન કર્યુ અને હવન કુંડમાંથી એક ચમત્કારિક રીતે આદ્ય શક્તિ પ્રગટ થયા હતા. આ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો ત્યારથી આ મહાશક્તિ ચામુંડા તરીકે ઓળખાયા હતા.

ચોટીલાના ચામુંડામાં ના મંદિરમાં સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે. મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી. એવી માન્યતા છે કે આજના દિવસે પણ કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે. એવી કહેવાય છે કે કહેવાય છે કે રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે. તેથી લોકો ને ત્યાં રાતે રોકવાની મંજૂરી નથી.

માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે. માં ચામુંડા સિંહ પર સવારી કરે છે અને એક હાથમાં ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે. મા ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.