વાહ ભુપેન્દ્ર દાદા વાહ / ચાની ચુસ્કીનું બીલ 300 રૂપિયા પણ, CM ભૂપેન્દ્ર પટેલે એટલા રૂપિયા ચૂકવ્યા કે ચોંકી ઉઠ્યો હોટલ માલિક

ગુજરાત ટોપ ન્યૂઝ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી હતી. મુખ્યમંત્રી 6 લેન હાઈવે નિર્માણની કામગીરીના નિરીક્ષણ દરમિયાન રીફ્રેશમેન્ટ હેતુસર હાઈવે પરના ઢાબે થોડી મિનિટો માટે રોકાયા હતા. મુખ્યમંત્રીએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપ્યો- હોટલ પર ઉપસ્થિત મુસાફરોની લાગણીને માન આપી તેમની સાથે ફોટોઝ પડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ પોતાના સરળ સ્વભાવાનુગત્ત રીતે સામાન્ય હોટલમાં ઉભા રહીને ચાનો આનંદ માણ્યો હતો.

હાલ સોશિયલ મીડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલની સાદગીના ચારેતરફ વખાણ થઈ રહ્યા છે. શરૂઆતથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના દરેક સામાન્ય વ્યક્તિને, મળીને તેમની સાથે વાતચિત કરી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે પણ આવો જ એક બનાવ બન્યો હતો કે, જેમાં મુખ્યમંત્રી હોવા છતાં, નાનકડી કાઠિયાવાડી હોટલના ખાટલે બેસી ને ચા ની ચૂસકી લીધી હતી.

સાથોસાથ, આ બનાવ બાદ લોકોના હૃદયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ સાદગી સ્પર્શી ગઈ છે. અગાઉ પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, જ્યારે પણ મારો કાફલો પસાર થતો હશે, ત્યાં ટ્રાફિક રોકવામાં આવશે નહીં. આજે ગુજરાતના દરેક લોકો મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી અને વિનમ્રતા ભર્યા આ વર્તનના વખાણ કરી રહ્યા છે.

તારીખ 8 જાન્યુઆરી, એટલે કે આજરોજ મુખ્યમંત્રી પોતાના કાફલા સાથે અમદાવાદ-રાજકોટ માર્ગના નવીનીકરણનું શિક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન એક કાઠીયાવાડી હોટલમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો ઉભો રહ્યો હતો. અને આ હોટેલમાં ખાટલા પર બેસીને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાની ચૂસ્કી લીધી હતી. જ્યારે સોશિયલ મીડિયામાં આ તસવીરો વાયરલ થઇ ત્યારે, મુખ્યમંત્રીની સાદગીના લોકોએ વખાણ કર્યા હતા.

સાદગીની સાથે સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉદારતાની પણ લોકોને ઝાંખી થઈ હતી. સામાન્યતઃ કોઈ મોટો વ્યક્તિ કોઈ નાની દુકાનમાં જાય, ત્યારે દુકાનદાર તે વ્યક્તિ પાસેથી રૂપિયા લેતો નથી, પરંતુ મુખ્યમંત્રીએ એવું કામ કર્યું હતું કે, દુકાનદાર રાજીને રેડ થઇ ગયો હતો. મુખ્યમંત્રીએ પીધેલી ચાના કુલ 300 રૂપિયા થયા હતા, તે જ સમયે મુખ્યમંત્રીએ પોતાના ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢીને દુકાનદારને આપ્યા હતા. હોટેલના માલિક પણ પોતાની હોટલમાં મુખ્ય મંત્રીને જોઈને ધન્યતા અનુભવી રહ્યા હતા.

મુખ્યમંત્રીએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપતા કનૈયા કાઠીયાવાડી હોટેલ-ઢાબા પર ઉપસ્થિત મુસાફરોની લાગણીને માન આપી તેમની સાથે ફોટોઝ પડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ પોતાનાં તમામ સ્ટાફને પણ આ ઢાબા પર ચા પીવડાવી હતી. અત્રે નોંધનીય છે કે, ઢાબાના માલિકે પણ મુખ્યમંત્રીને સ્પેશિયલ ચા પીવડાવી હતી. મુખ્યમંત્રીએ ચાને પણ મજેદાર ગણાવી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ ઢાબાની ચા પીવાનો આનંદ ઉઠાવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.