આપડે કોના બાપની બીક / રાજકોટમાં દારૃપાર્ટી કરતા ગુજરાતના CID ક્રાઇમના PI સહીત આટલા ઉચ્ચ અધિકારીઓની ધરપકડ, જુઓ આટલા પેટી દારૂ અને બિયર કબ્જે કર્યો

ઇન્ડિયા ગુજરાત ટોપ ન્યૂઝ

રાજસ્થાનનાં હલ્દીઘાટી વિસ્તારમાં આવેલાં ખમનેર ગામ નજીક શાહીબાગમાં એક હોટેલમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો છે. પોલીસે દરોડો પાડતાં ગુજરાત CID ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર અધિકારી અને 9 મહિલા સહિત કુલ 24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતાં.

ખમનેરનાં પોલીસ ઇન્સ્પેક્ટર નવલકિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે, હોટલનાં રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની સમજાવટ છતાં પણ નશામાં ઝૂમતા લોકોએ ભારે હોબાળો મચાવતા પોલીસે તમામ 24 લોકો વિરૂદ્ધ શાંતિ ભંગના ગુના હેઠળ ધરપકડ કરી છે.

પોલીસે હોટલનાં સંચાલકની પણ ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં હોટલ સંચાલક મદનલાલ રમેશચંદ્ર ધાકડ (જૂની બાવલ, નીમજ મધ્ય પ્રદેશ), CID ક્રાઈમમાં ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર દીપક હરીશભાઈ ભટ્ટ, મોરબીના રમેશ પટેલ, નવસારીના રમણિકલાલ પટેલ, ઉદયપુરના ઉદયલાલ જાટ,

બોરસદના પરાગ પટેલ, આણંદના હર્ષિલ પટેલ, ઉજ્જૈનનાં દિવ્યેશ બલઈ, આણંદના ધ્રુમિન પંડ્યા, આણંદ લાંભવેલના ભૂમિતકુમાર પટેલ, આણંદના અતુલ પટેલ, લાંભવેલના યતીનકુમાર પટેલ અને કુબેરનગરના પ્રદીપ ચતુર્વેદી, નરોડાના કાર્તિક પટેલ, આણંદના વિપુલ પટેલ સહિત 9 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *