અરે બાપરે…ક્રૂરતાની દરેક હદ પાર / બાળકના ચહેરા પર સિગારેટથી ડામ આપ્યા, પછી ખીલ્લી મારીને આંખો કાઢી, હૃદય કંપી જાય તેવું મૃત્યુ આપ્યું, જુઓ આ રીતે થયો પર્દાફાશ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

યુપીના કાનપુરમાં 10 વર્ષના બાળકની નિર્દય રીતે હત્યા કરાઈ, નગ્ન અવસ્થામાં લાશ મળી

ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં દસ વર્ષના બાળકની નિર્દયતાથી હત્યા કરાયાની ઘટના સામે આવી છે. બાળક સાથે કાળજું કંપાવી દે એવી ક્રૂરતા કરવામાં આવી છે. ખેતરમાંથી બાળકની નગ્ન લાશ મળી આવી છે. તેના ચહેરા પર સિગારેટના ડામ આપવામાં આવ્યા છે, એક આંખમાં ખીલી મારવામાં આવી છે. બાળકના ગળા પર જૂતાંનાં નિશાન મળ્યાં છે. બાળક સાથે એવી ક્રૂરતા કરવામાં આવી છે કે જેને સાંભળીને સ્થાનિક વિસ્તારના લોકોની સાથે સાથે બાળકના મૃતદેહનું પંચનામું કરવા ગયેલી પોલીસની પણ કંપારી છૂટી ગઈ હતી.

બાળક બે દિવસ પહેલાં ગુમ થયું હતું, જેની લાશ મંગળવારે મળી હતી. બાળકની હત્યા કરનાર લોકોએ તેની આંખ પણ ફોડી નાખી છે. આંખ પાસેથી એક ખીલી મળી છે. શંકા છે કે આંખમાં ખીલી મારીને આંખ કાઢવામાં આવી છે. બાળકના ગળા પર જૂતાંનાં નિશાન મળ્યાં છે, જેથી એવી પણ આશંકા કરવામાં આવે છે કે બાળકની હત્યા કર્યા પછી તેનું ગળું પગથી કચડવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો.

બાળકની બાજુમાંથી બે ગ્લાસ અને એક દારૂની બોટલ મળી છે. શંકા છે કે હત્યારા બે હશે અને તેમણે દારૂ પીધા પછી તડપાવીને બાળકની હત્યા કરી છે. બાળકના ચહેરા પર સિગારેટના ડામ આપ્યાનાં નિશાન પણ મળ્યાં છે. હત્યા પછી બાળકને જમીન પર ઘસડ્યો હોવાનાં પણ નિશાન મળ્યાં છે. બાળકના શરીરનો પાછળનો ભાગ કાળો પડી ગયો હતો.

કાનપુર આઉટર પોલીસની બેદરકારી સામે આવી
આ કેસમાં પોલીસની બેદરકારી પણ સામે આવી છે, કારણ કે પરિવારજનોનું કહેવું છે કે રવિવારે બાળક ગુમ થતાં તેઓ સોમવારે બે પોલીસ સ્ટેશન પણ ગયા હતા, પરંતુ બંને જગ્યાએ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે બીજા દિવસે આવવા કહ્યું હતું. મંગળવારે બાળકની લાશ મળી હતી. હાલ બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

એસપીએ કહ્યું- બેદરકાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થશે
આ વિશે કાનપુર આઉટરના એસપી અજિત સિન્હાએ કહ્યું હતું કે બાળકના મોતમાં પોલીસની જે બેદરકારી સામે આવી છે, એ વિશે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમમાં જે તથ્યો બહાર આવશે એ પ્રમાણે એક્શન લેવામાં આવશે. અત્યારે પરિવારજનોની ફરિયાદના આધારે અજાણ્યા લોકો પણ હત્યાના આરોપ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ બાળક સાથે કુકર્મ થયું હોવાની પણ આશંકા છે, પરંતુ પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી તેઓ કોઈ ચોક્કસ ખુલાસો કરી શકે છે. કાનપુરમાં છેલ્લા કેટલાક મહિનાથી બાળક સામે ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસ પહેલાં પણ એક બાળકનું શંકાસ્પદ રીતે મોત થયું હતું, જેની તપાસ અત્યારે ચાલી રહી છે.

તંત્ર-મંત્રમાં હત્યાની શંકા, આ વિસ્તારમાં અઢી વર્ષ પહેલાં પણ થઈ હતી હત્યા
10 વર્ષના બાળકની હત્યા પાછળ તંત્ર-મંત્રની આશંકા પણ છે, કારણ કે અઢી વર્ષ પહેલાં કાનપુર આઉટરના ઘાટમપુરના ભદરસ ગામમાં એક બાળકની ક્રૂર હત્યા કરીને તેનું કાળજુ કાઢ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ હત્યા દિવાળીના દિવસે ગામના જ એક પતિ-પત્નીએ કરાવી હતી અને તેમનું વાંઝિયાપણું દૂર કરવા આ બાળકીનું કાળજું કાઢીને તંત્ર-મંત્રની વિધિ કરવામાં આવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.