અરે અરે પણ આ શું? / રાજકોટમાં સીટી બસના ચાલકો પોતાની બાપની જાગીર સમજી પોતાને પોલીસ સમજે છે, જુઓ એક વૃદ્ધને જેમફવે તેમ ઢોર માર મારી ગાળો ભાંડી : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં ખાનગી એજન્સી હસ્તક સિટી બસનો સ્ટાફ કાયદાને ગણકારતો જ નથી, એ-ડિવિઝન પોલીસે સિટી બસચાલક વિજય કાપડીની ધરપકડ કરી ગુનો નોંધ્યો, સિટી બસનું સંચાલન કરતી એજન્સીને કડક સૂચના અપાશેઃ મ્યુનિ. કમિશનર

રાજકોટ શહેરમાં ફરી એક વખત સિટી બસના ચાલકની દાદાગીરી સામે આવી છે. શહેરના માલવિયા ચોક ખાતે આજે સવારના સમયે સિટી બસચાલક દ્વારા બાઈકચાલક વૃદ્ધને ફડાકા ઝીંકી બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે વિજય કાપડી નામના બસચાલકની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાહેરમાં લુખ્ખાગીરી કરી વૃદ્ધ પર રોફ જમાવ્યો
શહેરના માલવિયા ચોક ખાતે આજે સવારે 11 વાગ્યે રોડ ક્રોસ કરતા બાઈકચાલક અને સિટી બસચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે એકસાથે 3-3 સિટી બસના ડ્રાઇવર-કંડક્ટર એકઠા થઇ ગયા હતા અને રસ્તા વચ્ચે સિટી બસ ઊભી રાખી ટ્રાફિકજામ કરી દીધો હતો. આ સમયે રાજકોટ સિટી બસના ચાલક વિજય કાપડીએ બાઈકચાલક વૃદ્ધને ગાળો ભાંડી ફડાકા ઝીંકી બેફામ માર માર્યો હતો અને જાહેરમાં લુખ્ખાગીરી કરી રોફ જમાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ઉલ્લેખનીય છે કે આ સમયે ટ્રાફિકજામ થતાં સામાન્ય રાહદારીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક અસરથી બસચાલકની અટકાયત કરી
ટ્રાફિક સમસ્યા સર્જાય અને મારામારીની ઘટના સમયે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્પેક્ટર સી.જે. જોશી પસાર થયા હતા, આથી તેમણે સિટી બસના ચાલક વૃદ્ધને માર મારતો હોવાનું જોતાં તાત્કાલિક અસરથી બસચાલક વિજય કાપડીને બસમાંથી નીચે ઉતારી અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. સમગ્ર મામલે પોલીસ વિજય કાપડીની પૂછપરછ હાથ ધરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આરોપી બસચાલક વિજય કાપડીએ મીડિયાને જણાવ્યું હતું કે, હવે મારાથી ભૂલ થઈ ગઈ, એ વાતનો મને અફસોસ છે. વૃદ્ધ બીજા બસવાળા સાથે લપ કરતા હતા તો હું છૂટા પાડવા ગયો હતો. આથી દાદા ગાળો બોલવા લાગ્યા હતા એટલે હાથાપાઈ થઈ ગઈ. બેફામ નથી માર્યા પણ બે-ચાર ફડાકા જ ઝીંક્યા હતા.

આગામી દિવસોમાં બસની સ્પીડ લિમિટ નક્કી કરાશેઃ મ્યુનિ. કમિશનર
આ અંગે રાજકોટ મનપા કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે આજે બનેલા બનાવ અંગે સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આ સાથે અગાઉ બનેલી આ પહેલાંની ઘટનામાં ડ્રાઇવરને છૂટા કરવામાં આવ્યા હતા. ઉપરાંત સિટી બસનું સંચાલકન કરતી એજન્સીને પણ કડક સૂચના આપવામાં આવશે અને જરૂર જણાયે આગામી દિવસોમાં બસની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવશે.

અગાઉ બે મહિના પહેલાં સિટી બસના ચાલકની દાદાગીરી સામે આવી હતી. શહેરના કાલાવડ રોડ પર સિટી બસ સાથે રિક્ષા ઘસાઈ હતી. બાદમાં સિટી બસના ડ્રાઇવર-કન્ડક્ટર સહિત અન્ય કર્મચારીઓ એકત્ર થયા હતા અને વૃદ્ધ રિક્ષા-ચાલકને માર માર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં રાજકોટ મનપા કમિશનર દ્વારા સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી હતી. બાદમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ બસના ડ્રાઇવર અને કન્ડક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/28/11rajkot-city-bus-driver-mar-maryo-shailesh_1643363380/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.